બાંગ્લાદેશે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને 8 રનથી હરાવ્યું છે. આ સાથે બાંગ્લાદેશે સુપર-4માં જવાની આશા જીવંત રાખી છે. આ મેચમાં બાંગ્લાદેશે પહેલા રમતા 154 રન બનાવ્યા હતા, જેના જવાબમાં અફઘાન ટીમ સંઘર્ષ કરી રહી હતી અને માત્ર 146 રન જ બનાવી શકી હતી. ગ્રુપ-Bમાં સુપર-4 માટેની દોડ વધુ રોમાંચક બની ગઈ છે. અઝમતુલ્લાહ ઓમરઝાઈ 30 રનના સ્કોર પર આઉટ થતાં જ બાંગ્લાદેશે મેચમાં વાપસી કરી.


અઝમતુલ્લાહ ઓમરઝાઈની શાનદાર ઈનિંગ

અફઘાનિસ્તાનની અડધી ટીમ 77 રનના સ્કોર સુધી પેવેલિયન પરત ફરી ગઈ હતી. અહીંથી અઝમતુલ્લાહ ઓમરઝાઈ અફઘાન ટીમ માટે આશાનું કિરણ બન્યા. તેને 16 બોલમાં 30 રનની ઝડપી ઈનિંગ રમી અને અફઘાનિસ્તાનની જીતની આશાઓ વધારી, પરંતુ તસ્કિન અહેમદે 16મી ઓવરમાં તેને આઉટ કર્યા. અહીંથી જ મેચનો માર્ગ બદલાતો જોવા મળ્યો.

અફઘાનિસ્તાનને સુપર-4માં પ્રવેશતા અટકાવ્યું

અફઘાનિસ્તાન ફક્ત 155 રનના ટાર્ગેટને પ્રાપ્ત કરીને સુપર-4માં પહોંચી શક્યું હોત, પરંતુ ટીમ 8 રનથી પાછળ રહી ગઈ. અફઘાનિસ્તાનને છેલ્લી 4 ઓવરમાં જીત માટે 45 રનની જરૂર હતી. કેપ્ટન રાશિદ ખાન હજુ પણ ક્રીઝ પર હતો અને તેને 17મી ઓવરમાં 14 રન બનાવ્યા.

ગઝનફર હેટ્રિક ચૂક્યો

પરિસ્થિતિ એવી હતી કે અફઘાન ટીમને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 27 રનની જરૂર હતી. રાશિદ ખાને 19મી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો, જેના કારણે અફઘાનિસ્તાનની જીતની આશા જીવંત રહી, પરંતુ મુસ્તફિઝુર રહેમાને તેને બીજા જ બોલ પર આઉટ કર્યો. મુસ્તફિઝુરએ બીજા જ બોલ પર ગઝનફરને પણ આઉટ કર્યો, પરંતુ તે પોતાની હેટ્રિક પૂર્ણ કરી શક્યો નહીં.

નૂર અહેમદે છેલ્લી ઓવરમાં 2 છગ્ગા ફટકાર્યા હતા, પરંતુ આ બધું અફઘાનિસ્તાનની જીત માટે અપૂરતું સાબિત થયું. તમને જણાવી દઈએ કે ગ્રુપ B માંથી કોઈ પણ ટીમ હજુ સુધી સુપર-4 માટે ક્વોલિફાય થઈ નથી.

  • Follow us on: