એશિયા કપ 2025ની પહેલી મેચ 9 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે. રાશિદ ખાન અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ કરશે, જ્યારે હોંગકોંગનું નેતૃત્વ યાસીમ મુર્તઝા કરશે. બંને ટીમો પહેલી મેચ જીતીને ટુર્નામેન્ટની શરૂઆત કરવા માગશે. તમને મેચ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી પર વિશે જણાવી દઈએ.


કોનું પલડું છે ભારે?

એશિયા કપ 2025માં અફઘાનિસ્તાન અને હોંગકોંગને ગ્રુપ B માં સ્થાન આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેના હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો, બંને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 5 T20 મેચ રમાઈ છે. જેમાં અફઘાનિસ્તાને 3 મેચ જીતી છે, જ્યારે હોંગકોંગે 2 મેચ જીતી છે.

જાણો ક્યાં જોઈ શકશો મેચ

અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની મેચ 9 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે અબુ ધાબીના ઝાયેદ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે. તમે આ મેચ સોની સ્પોર્ટ્સ નેટવર્કની બધી ચેનલો પર લાઈવ જોઈ શકો છો. આ સિવાય મેચનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર ઉપલબ્ધ થશે. આ સિવાય સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ માહિતી મળશે.

અફઘાનિસ્તાન અને હોંગકોંગની સંભવિત પ્લેઈંગ 11

અફઘાનિસ્તાન: રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદિકુલ્લાહ અટલ, ઈબ્રાહિમ ઝદરાન, અઝમતુલ્લા ઉમરઝાઈ, કરીમ જનત, ડાર્વિશ રસૂલી, મોહમ્મદ નબી, રાશિદ ખાન (કેપ્ટન), નૂર અહમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી.

હોંગકોંગ: બાબર હયાત, અંશુમન રથ (વિકેટકીપર), માર્ટિન કોએત્ઝી, ઝીશાન અલી, કલ્હાન ચાલુ, કિંચિન શાહ, અનસ ખાન, યાસીન મુર્તઝા (કેપ્ટન), મોહમ્મદ વાહિદ, નિઝાકત ખાન, એહસાન ખાન.

એશિયા કપ 2025 માટે અફઘાનિસ્તાન અને હોંગકોંગ ટીમો

અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), દરવીશ રસૂલી, ઈબ્રાહીમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, કરીમ જનાત, મોહમ્મદ નબી, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), મોહમ્મદ ઈશાક (વિકેટકીપર), એએમ ગઝનફર, ફરીદ અહેમદ મલિક, ફઝલહક ફારૂકી, નૂર અહમદ, નવીન-ઉલ-હક.

હોંગકોંગઃ યાસીમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, માર્ટિન કોએત્ઝી, કલ્હાન ચાલુ, અનસ ખાન, કિંચિત શાહ, નિઝાકત ખાન, એજાઝ ખાન, અંશુમન રથ (વિકેટકીપર), ઝીશાન અલી (વિકેટકીપર), શાહિદ વાસીફ (વિકેટકીપર), નસરુલ્લાહ અદ્દીન, આતિફ ઈકબાલ, અદિલ મહમૂદ, મોહમ્મદ વહીદ, અલી હસન, આયુષ શુક્લા, હારૂન અરશદ, મોહમ્મદ ગઝનફર, એહસાન ખાન.


  • Follow us on: