એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના સ્ટાફમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 15 વર્ષથી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા એક સપોર્ટ સ્ટાફને BCCI એ બહારનો રસ્તો બતાવ્યો છે.
આ સપોર્ટ સ્ટાફ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયા સાથે હતો, પરંતુ હવે તે એશિયા કપ 2025 દરમિયાન ટીમ ઈન્ડિયા સાથે રહેશે નહીં.
રાજીવ કુમારને બીસીસીઆઈએ પદ પરથી હટાવ્યા
મીડિયા રિપોર્ટ મુજબ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના મસાજ થેરાપિસ્ટ રાજીવ કુમારનો કાર્યકાળ ન વધારવાનો નિર્ણય લીધો છે. આને લઈને બીસીસીઆઈ માને છે કે જો સપોર્ટ સ્ટાફ લાંબા સમય સુધી ટીમ સાથે જોડાયેલો હોય તો ટીમને ઓછો ફાયદો થાય છે. આ સિવાય ખેલાડીઓ તેમની નજીક પણ આવે છે, જે ટીમની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે. બીસીસીઆઈએ એક મસાજ થેરાપિસ્ટને રાખ્યા છે. તમને જણાવી દઈએ કે રાજીવ કુમાર 15 વર્ષથી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા હતા.
બાઉન્ડ્રી પર ઊભેલા જોવા મળ્યા રાજીવ કુમાર
મેચ દરમિયાન રાજીવ કુમાર ઘણીવાર બાઉન્ડ્રી પાસે ઉભા જોવા મળતા હતા, જ્યારે પણ ખેલાડીઓ થાકેલા લાગતા ત્યારે તેઓ મસાજ માટે તેમની પાસે દોડી જતા હતા. રાજીવ કુમાર મસાજ દ્વારા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો થાક દૂર કરતા હતા.
આ સિવાય રાજીવ કુમાર ખેલાડીઓ માટે ડ્રિંક્સ પણ તૈયાર કરતાં હતા. ઘણી વખત રાજીવ બાઉન્ડ્રી પરથી બોલ ઉપાડીને ખેલાડીઓ તરફ ફેંકતો હતો જેથી ખેલાડીઓને ત્યાં દોડવું ન પડે. આ પહેલા BCCI એ ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયર અને સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈને પણ નવા કોન્ટ્રાક્ટ આપ્યા ન હતા.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.