અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાને T20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. રાશિદ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 650 વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો છે. તેવે ઈંગ્લેન્ડની ધરતી પર રમાઈ રહેલી ટુર્નામેન્ટ ધ હન્ડ્રેડમાં આ સિદ્ધિ મેળવી છે.


ઓવલ ઈન્વિન્સીબલ માટે રમતાં રાશિદે લંડન સ્પિરિટ સામે કુલ 20 બોલ ફેંક્યા. આ દરમિયાન અફઘાન બોલરે માત્ર 11 રન આપીને 3 વિકેટ લીધી. 20 માંથી રાશિદે 15 ડોટ બોલ ફેંક્યા.

રાશિદ ખાને રચ્યો ઈતિહાસ

રાશિદ ખાને T20 ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાશિદ ખાન T20 ક્રિકેટમાં 650 વિકેટ લેનાર દુનિયાનો પહેલો બોલર બન્યો છે. તેને ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટની પહેલી જ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. લંડન સ્પિરિટ સામે રમાયેલી મેચમાં રાશિદના સ્પિનિંગ બોલ આસમાને હતા.


અફઘાન બોલરે માત્ર 11 રન આપીને 3 વિકેટ લીધી. રાશિદ ખાને અત્યાર સુધી રમાયેલી 482 T20 મેચમાં 651 વિકેટ લીધી છે. આ દરમિયાન તેને 4 વખત મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. રાશિદ ખાને 17 વખત એક ઈનિંગમાં 4 વિકેટ લીધી છે.

રાશિદ ખાને ટીમને અપાવી જીત

રાશિદ ખાને પોતાની ઘાતક બોલિંગથી ઓવલ ઈન્વિન્સીબલને 6 વિકેટથી જીત અપાવી. પહેલા બેટિંગ કરતા લંડન સ્પિરિટની આખી ટીમ 80 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ. રાશિદ સિવાય સેમ કરને પણ 18 રન આપીને 3 વિકેટ ઝડપી. ઓવલના બેટ્સમેનોએ 81 રનનો ટાર્ગેટ માત્ર 69 બોલમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. વિલ જેક્સે 24 રન બનાવ્યા, જ્યારે બોલ પછી સેમ કુરન પણ બેટથી યોગદાન આપ્યું અને 9 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો.


  • Follow us on: