BCCIએ 2025-26 ની ડોમેસ્ટિક સીઝન શરૂઆત કરી દીધી છે. સૌથી પહેલા દુલીપ ટ્રોફી રમાશે. આ ટુર્નામેન્ટ 28 ઓગસ્ટથી શરૂ થશે. દુલીપ ટ્રોફી 2025 માં કુલ 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેના માટે હવે ટીમની પણ જાહેરાત કરવામાં આવી રહી છે.


સાઉથ ઝોનની ટીમની જાહેરાત હવે કરવામાં આવી છે. જેમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને તક મળી નથી. ઈમર્જિંગ પ્લેયર બેટ્સમેન તિલક વર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

સંજુ સેમસનનું ન થયું સિલેક્શન

સાઉથ ઝોનની ટીમમાં મોહમ્મદ અઝહરુદ્દીનને વાઈસકેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. નારાયણ જગદીસનને વિકેટકીપર બેટ્સમેન તરીકે તક મળી છે. ઈજાને કારણે લાંબા સમયથી મેદાન પર ન જોવા મળતા દેવદત્ત પડિકલને પણ તક મળી છે. ઘરેલુ ક્રિકેટની છેલ્લી સિઝનમાં ધૂમ મચાવનારા ખેલાડીઓને પહેલી પ્રાથમિકતા આપવામાં આવી છે. બોલિંગમાં વિજય કુમાર વૈશ્ય અને ગુરજાપનીત સિંહ જોવા મળી રહ્યા છે.


સંજુ સેમસનને ટીમમાં તક ન આપવાના સવાલ પર સાઉથ ઝોન પસંદગી સમિતિના અધ્યક્ષ થલાઈવન સરગુનમ ઝેવિયરે કહ્યું કે 'સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી ન હતી કારણ કે તે ગયા વર્ષની રણજી ટ્રોફી સીઝનના મોટાભાગના સમય માટે ઉપલબ્ધ ન હતો, જ્યારે કેરળ ઐતિહાસિક ફાઈનલમાં પહોંચ્યું હતું. આ ટીમની પસંદગી રણજી ટ્રોફી અને ઈન્ડિયા એ પ્રવાસમાં સતત સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓના આધારે કરવામાં આવી છે.'

દુલીપ ટ્રોફી માટે સાઉથ ઝોનની ટીમ

તિલક વર્મા (કેપ્ટન) (હૈદરાબાદ), મોહમ્મદ અઝહરુદ્દીન (વાઈસ-કેપ્ટન) (કેરળ), તન્મય અગ્રવાલ (હૈદરાબાદ), આર સાઈ કિશોર (તમિલનાડુ), તનય ત્યાગરાજન (હૈદરાબાદ), વિજયકુમાર વૈશ્ય (કર્ણાટક), નિધિશ એમડી (કેરળ), રિકી ભુઈ (આંધ્ર), દેવદત્ત પડિકલ (કર્ણાટક), મોહિત કાલે (પોંડિચેરી), સલમાન નિઝાર (કેરળ), નારાયણ જગદીસન (તમિલનાડુ), ત્રિપુરાણા વિજય (આંધ્ર), બાસિલ એનપી (કેરળ), ગુરજાપનીત સિંહ (તમિલનાડુ), સ્નેહલ કૌથંકર (ગોવા).

  • Follow us on: