એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. સિલેક્ટર્સે ફરી એકવાર શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન ન આપીને બધાને હેરાન કરી દીધા છે. શુભમન ગિલ T20 ટીમમાં પરત ફર્યો છે, પરંતુ શ્રેયસ ઐયર સિલેક્ટર્સે વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહ્યો છે.


ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા અને પછી IPL 2025 માં પોતાની બેટિંગથી ધૂમ મચાવ્યા બાદ પણ શ્રેયસ ઐયરને ફરી એકવાર ઈગ્નોર કરવામાં આવી રહ્યો છે. શ્રેયસ ઐયરનું નામ ટીમમાં ન હોવાને કારણે સોશિયલ મીડિયા પર ફેન્સ ગુસ્સે થયા છે.

શ્રેયસ ઐયર ફરી થયો ઈગ્નોર

ઘરેલુ ક્રિકેટમાં ઘણા રન બનાવવા છતાં શ્રેયસ ઐયરને એશિયા કપ 2025 ટીમમાંથી ઈગ્નોર કરવામાં આવ્યો છે. શ્રેયસ ઐયર ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ સાથે સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટમાં પણ શ્રેયસ ઐયરના બેટે ધૂમ મચાવી હતી.





તેને 9 મેચમાં 188 ના સ્ટ્રાઈક રેટથી 345 રન બનાવ્યા. IPL 2025માં પણ શ્રેયસ ઐયરે તેની બેટિંગ અને કેપ્ટનશીપથી ધૂમ મચાવી રહ્યો છે. તેને 17 મેચમાં 175 ના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા.

ફેન્સ થયા ગુસ્સે

સતત સારું પ્રદર્શન છતાં શ્રેયસ ઐયરનું નામ એશિયા કપ 2025 ટીમમાં નથી. શ્રેયસ ઐયરની અવગણના થયા બાદ ફેન્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ફેન્સે સિલેક્ટર્સે પર આકરા પ્રહારો કર્યા છે. કેટલાક ફેન્સે શ્રેયસ ઐયર માટે ઈમોશનલ મેસેજ પણ લખ્યો છે.

એશિયા કપ માટેની ભારતીય ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.

  • Follow us on: