યુએઈ સામે અણનમ 7 રન. પાકિસ્તાન સામે 37 બોલમાં શાનદાર 47 રનની ઈનિંગ, એશિયા કપ 2025 ની પહેલી બે મેચ પછી, સૂર્યકુમાર પોતાનું ખોવાયેલું ફોર્મ પરત મેળવશે તેવી ચર્ચા થઈ રહી હતી.


કેપ્ટન રન બનાવી રહ્યો હતો અને ટીમ મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો. પરંતુ સૂર્યકુમારે 2 મેચમાં 54 રન અને બંને ઈનિંગ્સમાં અણનમ પ્રદર્શન કર્યું હતું, જ્યારે તે ત્રીજા નંબર પર બેટિંગ કરતો હતો.

સૂર્યકુમાર પોતાના પગ પર મારી રહ્યો છે કુહાડી

બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ તેમ છતાં સૂર્યાએ સતત તેના બેટિંગ ક્રમ સાથે ચેડા કરવાનું શરૂ કર્યું. ઓમાન સામે, 8 વિકેટ પડ્યા પછી પણ તે બેટિંગ કરવા આવ્યો ન હતો. પાકિસ્તાન સામે તેનું બેટ શાંત રહ્યું અને પછી બાંગ્લાદેશ સામે સૂર્યકુમારે ફરીથી તેના બેટિંગ ક્રમ સાથે ચેડા કર્યા અને તેને પરિણામ ભોગવવું પડ્યું.

એશિયા કપ 2025માં સૂર્યકુમાર યાદવની સમસ્યા તેના બેટિંગ ક્રમમાં સતત ફેરફાર રહી છે. આ તેના પહેલી 2 મેચમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા મજબૂત પ્રદર્શન છતાં છે. જો તમે સૂર્યકુમાર યાદવની T20 કરિયર પર નજર નાખો તો તમને ખબર પડશે કે તેને આ બેટિંગ ક્રમમાં સૌથી વધુ સફળતા મેળવી છે. ત્રીજા નંબર પર 26 ઈનિંગમાં સૂર્યકુમારે 34ની એવરેજ અને 162ના સ્ટ્રાઈક રેટથી 768 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 1 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

બાંગ્લાદેશ સામે સૂર્યકુમાર યાદવ રહ્યો ફ્લોપ

બાંગ્લાદેશ સામે ચોથા નંબરે બેટિંગ કરવા માટે સૂર્યકુમાર આવ્યો. પરંતુ તે કોઈ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. તેને દરેક રન બનાવવામાં મુશ્કેલી પડી. તેને 11 બોલનો સામનો કર્યો અને ફક્ત 5 રન બનાવ્યા. તેને પોતાની ઈનિંગ દરમિયાન એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. અંતે મુસ્તફિઝુર રહેમાન દ્વારા તેને આઉટ કરવામાં આવ્યો.

બાંગ્લાદેશ સામે પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા. અભિષેક શર્માએ ફરી એકવાર ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું, તેને 37 બોલમાં 75 રન બનાવ્યા. આ દરમિયાન હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 38 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.


  • Follow us on: