એશિયા કપ 2025 માં ટીમ ઈન્ડિયા જીતના રથ પર સવાર છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી ચૂકી છે. ભારતની આગામી સુપર 4 મુકાબલો 24 સપ્ટેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે થશે.
મીડિયા રિપોર્ટ મુજબ આ મેચ માટે ભારતના વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે. પાછલી મેચમાં પાકિસ્તાન સામે સંજુનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેથી બાંગ્લાદેશ સામે તેની જગ્યાએ બીજો ખેલાડી આવી શકે છે.
સંજુ સેમસનનું કપાશે પત્તું?
ટીમ ઈન્ડિયાએ 21 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે પોતાની પહેલી સુપર 4 મેચ રમી હતી. તે મેચમાં સંજુ સેમસનનું બેટિંગ પ્રદર્શન પ્રભાવશાળી ન હતું. પાકિસ્તાન સામે બેટિંગ કરતા સંજુએ 17 બોલમાં ફક્ત 13 રન બનાવ્યા હતા, જેમાં ફક્ત એક ફોર ફટકારી. પરંતુ સંજુએ ઓમાન સામે અડધી સદી ફટકારી હતી. મીડિયા રિપોર્ટ મુજબ સંજુ સેમસનને બાંગ્લાદેશ સામેની મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકાય છે.
જીતેશ શર્માને મળી શકે છે તક
જીતેશ શર્માને એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં બીજા વિકેટકીપર-બેટ્સમેન તરીકે પણ સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ જીતેશ હજુ સુધી એશિયા કપ 2025માં એક પણ મેચ રમ્યો નથી. હવે જો સંજુ સેમસન બાંગ્લાદેશ સામે બહાર થઈ જાય છે, તો જીતેશ શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવાની શક્યતા છે.
આ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ.