એશિયા કપમાં ટીમ ઈન્ડિયા સામે બે હારનો સામનો કર્યા પછી પણ પાકિસ્તાનનો ઘમંડ હજુ પણ યથાવત છે. રવિવારના સુપર ફોર મેચ પહેલા પણ પાકિસ્તાની ખેલાડીઓ અને ફેન્સે વારંવાર ભારતીય ખેલાડીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો.


મેચ દરમિયાન જ ઘણો તણાવ હતો. 6 વિકેટની હારથી વિવાદ સર્જાયો જ્યારે હરિસ રૌફની પત્નીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી. તેમાં મુઝના મસૂદે તેના પતિને "6-0" હાવભાવ કરતા બતાવ્યા. તેણે તેને કેપ્શન આપ્યું, "મેચ હારી ગઈ પણ યુદ્ધ જીતી ગઈ."

હારિસ રૌફને ફેન્સે કર્યો હેરાન

મેચ દરમિયાન પણ જ્યારે હારિસ રૌફ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ફેન્સે તેને કોહલીનું નામ આપીને ચીડવવાનો પ્રયાસ કર્યો. જવાબમાં હારિસ રૌફે વિમાન દુર્ઘટનાનો ઈશારો કર્યો. મેચ પહેલાની પ્રેક્ટિસ દરમિયાન પણ તેને ભારતીય મીડિયા સામે "6-0" ની બૂમો પાડી. ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં આને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જ્યાં પહલગામ હુમલા પછી પાકિસ્તાને 6 ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો.


પાકિસ્તાનને હારનો કરવો પડ્યો સામનો

દુબઈના મેદાન પર ભારતે શરૂઆતથી જ પાકિસ્તાન પર પ્રભુત્વ જમાવ્યું હતું. શુભમન ગિલ અને અભિષેકની ઓપનિંગ પાર્ટનરશિપે ભારતની 6 વિકેટની જીતનો પાયો નાખ્યો. મેચમાં તણાવ પણ જોવા મળ્યો, ગિલ અને અભિષેક પાકિસ્તાની બોલરો શાહીન આફ્રિદી અને હારિસ રૌફ સાથે બોલાચાલીમાં ઉતર્યા. ડ્રિંક્સ બ્રેક પછી પાકિસ્તાને થોડી વિકેટો લીધી હોવા છતાં ભારતે સમગ્ર પીછો દરમિયાન નિયંત્રણ જાળવી રાખ્યું.

અભિષેક શર્માએ 74 રન બનાવ્યા. શુભમન ગિલે પણ શાનદાર બેટિંગ કરી, જેના કારણે ટીમ ઈન્ડિયાને 7 બોલ બાકી રહેતા લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળી. આ જીત સાથે ભારત ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું અને ફાઈનલમાં પહોંચવા માટે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે 2 માંથી ફક્ત 1 જીતની જરૂર છે.

  • Follow us on: