ટીમ ઈન્ડિયાએ દુબઈમાં એશિયા કપ 2025ની શાનદાર શરૂઆત કરી છે. એકતરફી મેચમાં સૂર્યકુમારની સેનાએ UAEને 9 વિકેટે કચડી નાખ્યું. કુલદીપ યાદવ અને શિવમ દુબેએ ધૂમ મચાવી અને સમગ્ર UAE ટીમને માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધી.


કુલદીપ-શિવમે બોલથી પોતાનો જાદુ ફેલાવ્યો, તો અભિષેક શર્માએ બેટથી પોતાની ટૂંકી ઈનિંગથી ફેન્સનું ધ્યાન ખેંચી લીધું. અભિષેક શર્માએ 16 બોલમાં 30 રનની ઝડપી ઈનિંગ રમી. અભિષેકની બેટિંગ જોઈને કેપ્ટન સૂર્યા મેચ પછી તેની પ્રશંસા કરતા પોતાને રોકી શક્યો નહીં.

કેપ્ટન સૂર્યકુમાર યાદવ બન્યો અભિષેક શર્માનો ફેન

મેચ પછી કેપ્ટન સૂર્યકુમારે અભિષેકની ખૂબ પ્રશંસા કરી. તેને કહ્યું કે "અભિષેક શર્મા એક અદ્ભુત ટેલેન્ટ છે. પરિસ્થિતિ ગમે તે હોય, તે હંમેશા ટીમને પોતાના કરતા આગળ રાખે છે. તેથી જ તે રેન્કિંગમાં વર્લ્ડનો નંબર 1 T20 બેટ્સમેન છે."


અભિષેકે પોતાની ઈનિંગની શરૂઆત 1 સિક્સ અને 1 ફોરથી કરી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં પહેલા બોલ પર સિક્સર ફટકારનાર ભારતનો ચોથો બેટ્સમેન બન્યો. તેની પહેલા રોહિત શર્મા, સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

અભિષેક શર્માએ તેની ટૂંકી ઈનિંગથી મચાવી ધૂમ

અભિષેક શર્મા પોતાની ટૂંકી પણ શક્તિશાળી ઈનિંગથી ફેન્સનું દિલ જીતવામાં સફળ રહ્યો છે. શુભમન ગિલ સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલા અભિષેકે પહેલી 3 ઓવરમાં જબરદસ્ત બોલિંગ કરી. અભિષેકે 16 બોલની ઈનિંગમાં 30 રન બનાવ્યા. આ ઈનિંગ દરમિયાન અભિષેકે 2 ચોગ્ગા અને 3 જોરદાર છગ્ગા ફટકાર્યા. અભિષેકની વિસ્ફોટક ઈનિંગને કારણે ટીમ ઇન્ડિયાએ 58 રનના ટાર્ગેટનો પીછો માત્ર 27 બોલમાં કર્યો. શુભમન ગિલ 9 બોલમાં 20 રન બનાવીને અણનમ રહ્યો.

  • Follow us on: