એશિયા કપ 2025નો સુપર 4 સ્ટેજ શરૂ થઈ ગયો છે. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે પહેલી સુપર 4 મેચ રમાઈ રહી છે. આ મેચમાં શ્રીલંકાના બેટ્સમેન કુસલ મેન્ડિસે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. મેન્ડિસ હવે T20 ઈન્ટરનેશનલ મેચોમાં શ્રીલંકાનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેને આ સંદર્ભમાં કુસલ પરેરાનો રેકોર્ડ તોડ્યો.


બાંગ્લાદેશ સામેની આ મેચમાં કુસલ મેન્ડિસે 25 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ સાથે તે શ્રીલંકા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કુસલ પરેરાને પાછળ છોડી ગયો છે. કુસલ મેન્ડિસના આ ફોર્મેટમાં 2198 રન છે. જ્યારે પરેરાએ T20 ઈન્ટરનેશનલમાં 2192 રન બનાવ્યા છે. પથુમ નિસાન્કા લિસ્ટમાં ત્રીજા સ્થાને છે, તેને T20I માં 2096 રન બનાવ્યા છે. તિલકરત્ને દિલશાન આ લિસ્ટમાં ચોથા સ્થાને છે. દિલશાને T20I માં 1889 રન બનાવ્યા હતા.

શ્રીલંકા માટે T20I માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

કુસલ પરેરા - 85 મેચ - 2187 રન

કુસલ મેન્ડિસ - 87 મેચ - 2164 રન

પથુમ નિસાન્કા - 71 મેચ - 2074 રન

તિલકરત્ને દિલશાન - 80 મેચ - 1889 રન

દાસુન શનાકા - 111 મેચ - 1537 રન

કુસલ મેન્ડિસે રોહિત શર્માને છોડ્યો પાછળ

કુસલ મેન્ડિસે T20 એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. કુસલ મેન્ડિસે T20 એશિયા કપમાં 10 મેચની 10 ઈનિંગમાં 277 રન બનાવ્યા છે. જ્યારે રોહિત શર્માએ 9 મેચની 9 ઈનિંગમાં 271 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે આ મેચમાં 29 રન બનાવતાની સાથે જ રોહિત શર્માને પાછળ છોડી દીધો. T20 એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે 10 મેચમાં 429 રન બનાવ્યા છે.

શ્રીલંકાએ બાંગ્લાદેશને 169 રનનો આપ્યો ટાર્ગેટ

બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી T20 એશિયા કપ મેચમાં શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને બાંગ્લાદેશને 169 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં શ્રીલંકા તરફથી દાસુન શનાકાએ સૌથી વધુ રન બનાવ્યા. તેને 37 બોલમાં અણનમ 64 રન બનાવ્યા. આ દરમિયાન તેને 3 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. આ પછી કુસલ મેન્ડિસે 34 રન, નિસાન્કાએ 22 રન અને ચારિથ અસલંકાએ 21 રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી મુસ્તફિઝુર રહેમાને સૌથી વધુ 3 વિકેટ લીધી. તેને પોતાની 4 ઓવરમાં 20 રન બનાવ્યા.


  • Follow us on: