સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. થોડા મહિના પહેલા ભારતીય T20 કેપ્ટને સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી કરાવી હતી. આ પરિસ્થિતિમાં તે ક્રિકેટથી દૂર હતો. પરંતુ હવે તેની ફિટનેસ પર એક મોટો અપડેટ આવ્યું છે. શું સૂર્યકુમાર યાદવ આ ટેસ્ટમાં પાસ થયો છે કે ફેલ થયો છે?


સૂર્યકુમાર યાદવની ફિટનેસ પર મોટું અપડેટ?

એશિયા કપ 2025 માટે સૂર્યકુમાર યાદવની ફિટનેસ પર શંકા હતી. કારણ કે તેનું રિહેબ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં ચાલી રહ્યું હતું. આ પરિસ્થિતિમાં મોટો સવાલ એ હતો કે સૂર્યકુમાર યાદવ આગામી મેગા ઈવેન્ટમાં ભાગ લેશે કે નહીં?.

હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025 પહેલા ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે. તે એશિયા કપ 2025 માં ભાગ લેવા અને ભારતની કેપ્ટનશીપ સંભાળવા માટે તૈયાર છે.

10 સપ્ટેમ્બરે ભારત રમશે પહેલી મેચ

એશિયા કપની પહેલી મેચ 9 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે રમાશે. ભારતીય ટીમ 10 સપ્ટેમ્બરે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યાં ટીમનો સામનો UAE સામે થશે. આ પછી 14 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ રમાશે.

34 વર્ષના ખેલાડીએ આઈપીએલ સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેને 717 રન બનાવ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ માટે એક સીઝનમાં 600 થી વધુ રન બનાવનાર સચિન તેંડુલકર પછી બીજો બેટ્સમેન બન્યો.

સૂર્યકુમાર યાદવ ગુજરાત ટાઈટન્સના 'ઓરેન્જ કેપ' વિનર સાઈ સુદર્શનથી પાછળ રહ્યો અને મુંબઈઈન્ડિયન્સને પ્લેઓફમાં લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી જ્યાં ટીમે એલિમિનેટરમાં ગુજરાતને હરાવ્યું પરંતુ પછી બીજી ક્વોલિફાયરમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ.


  • Follow us on: