ACC એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં 15 સભ્યોની ટીમમાં કેટલાક ખેલાડીઓને તક મળી નથી. આ ખેલાડીઓએ T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યા છે, છતાં તેને મુખ્ય ટીમમાં તક મળી શકી નથી.
ભારતીય સિલેક્ટર્સે 5 સ્ટેન્ડબાય ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે. આ બધા ખેલાડીઓ ટીમમાં ન હોવા છતાં પણ UAE જઈ શકે છે.
આ 5 ખેલાડીઓને સ્ટેન્ડબાય પર મળી તક
અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ એશિયા કપ 2025 માટે 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ જાહેરાત કરી છે. ધ્રુવ જુરેલને વિકેટકીપર વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલ અગાઉ મુખ્ય ટીમનો ભાગ હતો, પરંતુ જીતેશ શર્માએ IPL 2025 માં સારું પ્રદર્શન કરીને તેની પાસેથી આ રેસ જીતી હતી.
યશસ્વી જયસ્વાલને બીજા ખેલાડી તરીકે જોવામાં આવે છે. શુભમન ગિલની ટીમમાં વાપસીને કારણે સિલેક્ટર્સે યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પર રાખ્યો છે. ઝડપી બોલિંગની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણાને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે. IPL 2025 માં તેના સારા પ્રદર્શનને કારણે તેનું સિલેક્શન અપેક્ષિત હતું.
2 સ્પિન ઓલરાઉન્ડરનો પણ છે ઓપ્શન
ભારતીય સિલેક્ટર્સે મુખ્ય ટીમમાં ફક્ત 3 સ્પિન ઓપ્શન રાખ્યા છે. જેના કારણે સ્ટેન્ડબાયમાં 2 નામો જોવા મળી રહ્યા છે. સારા પ્રદર્શન પછી પણ વોશિંગ્ટન સુંદરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર ઈંગ્લિશ ટીમ સામેની T20 સિરીઝમાં પણ ટીમનો ભાગ હતો. ઈજાને કારણે લાંબા સમયથી બહાર રહેલા રિયાન પરાગને પણ સ્ટેન્ડબાય ખેલાડી તરીકે તક મળી છે. પરંતુ આ બધા ખેલાડીઓને મુખ્ય ટીમમાં ત્યારે જ તક મળશે જ્યારે કોઈ ઈજાને કારણે ટીમની બહાર હશે.
એશિયા કપ માટેની ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હર્ષિત રાણા.