એશિયા કપ 2025માં 10 સપ્ટેમ્બરના રોજ ભારત અને UAE વચ્ચે મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 9 વિકેટથી જીત મેળવી. ભારતના બોલરોએ પહેલા શાનદાર બોલિંગ કરી. આ પછી બેટ્સમેનોએ દિલ જીતી લીધા.


ભારતે તેના T20 ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવી. એશિયા કપ 2025માં ભારતે શાનદાર શરૂઆત સાથે એક મોટો રેકોર્ડ પણ બનાવ્યો.

ટીમ ઈન્ડિયાની સૌથી મોટી જીત

ટીમ ઈન્ડિયાએ T20માં બોલની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવી છે. ભારતે માત્ર 27 બોલમાં 58 રનના ટાર્ગેટનો પીછો કર્યો. ભારતે 93 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. આ પહેલા ભારતે T20 માં આટલા બોલ બાકી રહેતા ક્યારેય મેચ જીતી ન હતી. પરંતુ સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ભારતે ઈતિહાસ રચ્યો છે.

ટીમ ઈન્ડિયા સામે વિરોધી ટીમ થઈ હેરાન

ભારતના શાનદાર પ્રદર્શનથી વિરોધી ટીમ હેરાન થઈ ગઈ. ભારતે પહેલા બોલિંગમાં પોતાની તાકાત બતાવી. ત્યારબાદ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ફેન્સનું દિલ જીતી લીધું. UAEએ છેલ્લા 10 રન બનાવતા જ પોતાની 8 વિકેટ ગુમાવી દીધી. ભારત તરફથી કુલદીપ યાદવે 4 વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ 3 વિકેટ લીધી. આ રીતે UAE 13.1 ઓવરમાં 57 રનમાં ઓલઆઉટ થઈ ગયું.

ICCની પૂર્ણ સભ્ય ટીમ દ્વારા સૌથી વધુ બોલ બાકી રહેતા સૌથી મોટી જીત

101 બોલ - ઈંગ્લેન્ડ વિ ઓમાન નોર્થ સાઉન્ડ - 2024

93 બોલ - ભારત વિ યુએઈ દુબઈ - 2025

90 બોલ - શ્રીલંકા વિ નેટ ચિત્તાગોંગ - 2014

90 બોલ - ઝિમ્બાબ્વે વિ મોઝામ્બિક નૈરોબી - 2024

અભિષેક શર્માએ પહેલા જ બોલ પર ફટકારી સિક્સર

58 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે 4.3 ઓવરમાં મેચ જીતી લીધી. અભિષેકે પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. આ રીતે તે ભારત માટે T20 માં પહેલા જ બોલ પર છગ્ગો ફટકારનાર ચોથો બેટ્સમેન બન્યો. તેને 16 બોલમાં 30 રન બનાવ્યા. આ સિવાય શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવે અનુક્રમે 20 અને 7 રન બનાવ્યા.

T20I ઈનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારનારા ભારતીય બેટ્સમેન

અમદાવાદ 2021માં આદિલ રશીદની બોલિંગ પર રોહિત શર્મા

હરારેમાં 2024માં સિકંદર રઝાના બોલ પર યશસ્વી જયસ્વાલ

મુંબઈમાં 2025માં જોફ્રા આર્ચરના બોલ પર સંજુ સેમસન

દુબઈ 2025માં હૈદર અલીના બોલ પર અભિષેક શર્મા

  • Follow us on: