એશિયા કપ 2025 પહેલા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. જ્યાં ખેલાડીઓએ ખૂબ પરસેવો પાડ્યો અને એશિયા કપ માટે પોતાને તૈયાર કર્યા.


ટીમ ઈન્ડિયા 10 સપ્ટેમ્બરે UAE ટીમ સામે પોતાની પહેલી મેચ રમશે. આગામી ટુર્નામેન્ટ માટે ટીમની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવના હાથમાં છે. તે 'સ્પોર્ટ્સ હર્નિયા'ની સર્જરી પછી પરત ફરી રહ્યો છે.

સૂર્યકુમાર યાદવે કહી આ વાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવે કહ્યું છે કે આવા અદ્ભુત કૌશલ્ય ધરાવતા મહાન ખેલાડીઓની ટીમ હોવી ખૂબ જ સારી વાત છે. જ્યારે પણ હું આ છોકરાઓને મેદાન પર જોઉં છું, ત્યારે મારા ફેસ પર હંમેશા સ્માઈલ રહે છે. તેઓ બરાબર એ જ રીતે પ્રદર્શન કરે છે જે રીતે હું ઈચ્છું છું. આ સિવાય તેઓ મેદાન પર તેનો આનંદ માણે છે.

નવા લુકમાં જોવા મળ્યો હાર્દિક પંડ્યા

જસપ્રીત બુમરાહ પણ એશિયા કપ 2025 માટે ભારતીય ટીમનો ભાગ છે. તેને કહ્યું કે લાંબા સમય પછી T20 ટીમમાં સામેલ થવાથી ખરેખર સારું લાગે છે. ત્રણ અઠવાડિયા ખરેખર સારા રહ્યા, મને ઘરે થોડો સમય વિતાવવાની તક મળી. અમારી ટીમમાં યુવા ખેલાડીઓ છે. હું ટીમ સાથે રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.


ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા નવા લુકમાં જોવા મળ્યો. તેને પોતાના વાળ સોનેરી કલરના કરાવ્યા છે. હાર્દિક પંડ્યાએ કહ્યું કે તેને આ બ્રેકનો ઉપયોગ પરિવાર સાથે સમય વિતાવવા માટે કર્યો. આ સિવાય મેં વિચાર્યું કે હું મારી રમતગમતની ટ્રેનિંગ વહેલા શરૂ કરીશ.

પહેલી મેચ માટે તૈયાર રહીશ: અર્શદીપ સિંહ

ફાસ્ટ બોલર અર્શદીપે કહ્યું કે ત્યાં ઉત્સાહપૂર્ણ વાતાવરણ છે. ચારે બાજુ હાસ્ય અને મસ્તી છે અને પહેલો દિવસ છે. જ્યારે આપણે પહેલી મેચ રમીશું, ત્યારે આપણે સંપૂર્ણપણે તૈયાર થઈશું. ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ સિરીઝ 2-2 થી ડ્રો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શુભમન ગિલે કહ્યું કે મને લાગે છે કે આ એક શાનદાર ટીમ છે અને જે રીતે આપણે T20માં રમી રહ્યા છીએ, તે શાનદાર છે. તેથી હું આ ટીમ સાથે રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. 

  • Follow us on: