એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવ્યા પછી, સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું તે ઓપનિંગમાં સંજુ સેમસનનું સ્થાન લેશે. પરંતુ સેમસનએ આ સવાલના જવાબ પોતાની સ્ટાઈલમાં આપ્યા છે.


ટૂર્નામેન્ટની તૈયારી માટે કેરળ ક્રિકેટ લીગમાં રમી રહેલા આ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેને ધૂમ મચાવી દીધી છે. તેના મોટા ભાઈ સેલી સેમસનની કેપ્ટનશીપ હેઠળ કોચી બ્લુ ટાઈગર્સ માટે રમતા સંજુ સેમસનએ પોતાની તોફાની બેટિંગથી બોલરોને હેરાન કરી દીધા અને શાનદાર સદી ફટકારી.

સંજુ સેમસને ફટકારી સદી

તિરુવનંતપુરમમાં રમાયેલી મેચમાં કોલ્લમ સેલર્સ સામે સંજુ સેમસને આ યાદગાર ઈનિંગ રમી હતી. આ મેચમાં કોચીને 237 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. આ પરિસ્થિતિમાં ટીમને ઝડપી શરૂઆતની જરૂર હતી અને આને ધ્યાનમાં રાખીને સંજુ સેમસન ફરી એકવાર ઓપનિંગ કરવા માટે ઉતર્યો. છેલ્લી બે મેચમાં તેને ઓપનિંગની જવાબદારી છોડી દીધી અને મિડલ ઓર્ડરમાં સ્થાન મેળવ્યું. આ કારણે એશિયા કપ દરમિયાન ઓપનિંગમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવતું ન હતું. આ પરિસ્થિતિમાં સંજુ સેમસન મિડલ ઓર્ડરમાં પોતાને ચકાસવા માગતો હતો પરંતુ તે છેલ્લી મેચમાં ખરાબ રીતે નિષ્ફળ ગયો.


સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન

તે છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરી રહ્યો હતો. સંજુએ ઈનિંગના પહેલા બોલથી બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું અને ત્રીજા ઓવરમાં તેને સતત 4 ચોગ્ગા ફટકાર્યા. પછી ચોથી ઓવરમાં આ બેટ્સમેને સતત 4 બોલમાં 3 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા અને માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી પણ સંજુ સેમસનએ પોતાનું બેટ શાંત ન થવા દીધું અને તેની ટીમે પાવરપ્લેમાં જ 100 રન પૂરા કર્યા.

પછી 14મી ઓવરમાં સંજુ સેમસને પોતાની તોફાની સદી પૂરી કરી. તેને માત્ર 42 બોલમાં આ સદી પૂરી કરી અને આ દરમિયાન તેને 13 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. તે લીગની આ સિઝનમાં સદી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન બન્યો.


  • Follow us on: