એશિયા કપની 10મી મેચ આજે દુબઈમાં પાકિસ્તાન અને યજમાન યુએઈ વચ્ચે રમવાની હતી. પરંતુ આ મેચ પહેલા પાકિસ્તાને યુએઈ સામે રમવાની ના પાડી દીધી. આ સાથે પાકિસ્તાન એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે યુએઈને વોકઓવર મળ્યો છે અને બે પોઈન્ટ સાથે, યજમાન ટીમ સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે ન મિલાવ્યા હાથ
ભારત-પાકિસ્તાન મેચ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી હતી. પાકિસ્તાની ટીમે આ માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવ્યા હતા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે ICCમાં ફરિયાદ નોંધાવી હતી. પાકિસ્તાને મેચ રેફરીને હટાવવાની માગ કરી હતી. પરંતુ ICC એ આમ કરવાની ના પાડી દીધી હતી. આ પછી એવી અટકળો ચાલી રહી હતી કે પાકિસ્તાન UAE સામે મેચ નહીં રમે.
હોટલની બહાર બસ રાહ જોતી રહી
રવિવારની ભારત સામેની મેચથી પાકિસ્તાની ટીમનો નાટક શરૂ છે. શરૂઆતમાં, પીસીબીએ રેફરીને દૂર નહીં કરવામાં આવે તો યુએઈ સામેની મેચને બોયકોટ કરવાની ધમકી આપી હતી. પરંતુ બાદમાં પાકિસ્તાની ટીમ મેચ રમવા માટે તૈયાર દેખાઈ. ખેલાડીઓ પ્રેક્ટિસ માટે પણ પહોંચ્યા. પરંતુ પાકિસ્તાને આગલા દિવસે યોજાનારી પ્રેસ કોન્ફરન્સ રદ્દ કરી દીધી.
પરંતુ પાછળથી એવું નક્કી થયું કે પાકિસ્તાની ટીમ મેચ રમશે. મેચના લગભગ એક કલાક પહેલા પાકિસ્તાની ટીમ માટે એક બસ હોટલની બહાર રાહ જોઈ રહી હતી. આ દરમિયાન યુએઈની ટીમ રમવા માટે મેદાન પર પહોંચી ગઈ હતી. પરંતુ પાકિસ્તાની ટીમે રમવાની ના પાડી દીધી.
એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય થયું યુએઈ
ભારત અને પાકિસ્તાન ગ્રુપ Bમાં છે, જેમાં ચાર ટીમોનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાએ તેની બંને મેચ જીતી અને સુપર ફોર માટે ક્વોલિફાય કર્યું. બીજી તરફ ઓમાન તેની બંને મેચ હારી ગયું અને રેસમાંથી બહાર થઈ ગયું. પાકિસ્તાન અને યુએઈ સુપર ફોર માટે સ્પર્ધા કરવાના હતા. જે પણ ટીમ જીતે તે ભારત સાથે સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ હોત. પરંતુ પાકિસ્તાનની ના પછી, યુએઈ પાસે હવે બે પોઈન્ટ છે, જે એશિયા કપના સુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગયું છે .
કેવી રીતે શરૂ થયો વિવાદ
ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન હાથ ન મિલાવવાના વિવાદ બાદ PCBએ દાવો કર્યો હતો કે પાયક્રોફ્ટે કેપ્ટન સલમાન અલી આગાને કહ્યું હતું કે ટોસ સમયે કોઈ હાથ મિલાવવામાં આવશે નહીં, જે MCC નિયમોની વિરુદ્ધ છે. ICC જનરલ મેનેજર વસીમ ખાનને કરેલી ફરિયાદમાં PCB એ જણાવ્યું હતું કે એન્ડી પાયક્રોફ્ટના કાર્યો MCC નિયમોનું ઉલ્લંઘન કરે છે અને ક્રિકેટની ભાવનાની વિરુદ્ધ છે. પીસીબીએ આગ્રહ કર્યો કે એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપની બાકીની મેચમાંથી દૂર કરવામાં આવે, પરંતુ આઈસીસીએ તેમ કરવાની ના પાડી.