બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની બીજી મેચ 13 માર્ચ, શુક્રવારના રોજ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. પાકિસ્તાને DLS પદ્ધતિ હેઠળ 128 રનથી જીત મેળવીને સિરીઝ 1-1થી બરાબર કરી દીધી હતી. પરંતું આ મેચમાં અનુભવી પાકિસ્તાની ખેલાડી સલમાન અલી આગાના રનઆઉટથી વિવાદ ઉભો થયો હતો.
બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝે સલમાન આગાને રન આઉટ કરવાની રીતને ઘણા લોકો રમતની ભાવના વિરુદ્ધ ગણાવી રહ્યા છે. મેહદી હસને હવે રન આઉટ વિવાદ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
સલમાન આગાના રન-આઉટ વિવાદ પર મહેદી હસને શું કહ્યું?
મેચ પછી બાંગ્લાદેશના કેપ્ટન મેહદી હસન મિરાઝે સલમાન આગાને રન આઉટ કરવાના પોતાના નિર્ણયનો બચાવ કર્યો. તેને કહ્યું કે તેનો ઈરાદો ફક્ત બોલ રોકવાનો અને રન બચાવવાનો હતો. જો તેને આમ ન કર્યું હોત, તો સલમાન આગાએ રન લીધો હોત. મિરાઝે કહ્યું કે "મારો ઈરાદો ફક્ત બોલ રોકવાનો અને રન બચાવવાનો હતો. તે ક્રીઝની બહાર હતો અને હું ફક્ત બોલ તરફ જઈ રહ્યો હતો. જો હું બોલ ચૂકી ગયો હોત, તો તે રન માટે દોડતો હોત, તેથી મેં સ્ટમ્પ પર ફેંકવાનું નક્કી કર્યું."
સલમાન આગા કેવી રીતે રન આઉટ થયો?
આ ઘટના પાકિસ્તાનની ઈનિંગની 39મી ઓવરમાં બની હતી. મિરાજ તે સમયે બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના ચોથા બોલ પર મોહમ્મદ રિઝવાને એક સીધો શોટ માર્યો જે સીધો નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા સલમાન આગાને લાગ્યો. મિરાજ બોલ તરફ દોડ્યો અને સલમાન સાથે તેની નાની ટક્કર થઈ. જ્યારે મિરાજે બોલ ઉપાડ્યો ત્યારે સલમાન ક્રીઝની બહાર હતો. તેને તરત જ તેને સ્ટમ્પ પર ફેંકી દીધો અને રનઆઉટની અપીલ કરી.
સલમાન આગાએ દાવો કર્યો હતો કે બોલર સાથે ટક્કરને કારણે તે સમયસર ક્રીઝ પર પહોંચી શક્યો ન હતો. પરંતુ બાંગ્લાદેશની ટીમ પોતાના નિર્ણય પર અડગ રહી. મામલો થર્ડ એમ્પાયર પાસે ગયો અને રિપ્લેની સમીક્ષા કર્યા પછી એમ્પાયરે સલમાન આગાને આઉટ જાહેર કર્યો. ત્યારબાદ સલમાન આગાએ ગુસ્સાથી પોતાના ગલવ્સ અને હેલ્મેટ ફેંકી દીધા અને બાંગ્લાદેશી ટીમ સામે અપશબ્દો બોલતો જોવા મળ્યો.
આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!