બાંગ્લાદેશે પહેલીવાર પાકિસ્તાનને ઘરઆંગણે ટેસ્ટ મેચમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાની ક્રિકેટના ઈતિહાસમાં વધુ એક શરમજનક રેકોર્ડ ઉમેરાયો છે. અગાઉ પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશમાં ક્યારેય ટેસ્ટ મેચ હાર્યું ન હતું.


બાંગ્લાદેશી ખેલાડીઓએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં 104 રનની શાનદાર જીત મેળવી હતી. આ જીત બાંગ્લાદેશના ઈતિહાસમાં અંકિત થઈ ગઈ છે. આ જીતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પણ નોંધપાત્ર ફેરફાર કર્યો છે.

પાકિસ્તાનની હારથી ભારતને ફાયદો થયો

પાકિસ્તાનની હારથી ટીમ ઈન્ડિયાને ઘણો ફાયદો થયો છે. આ મેચ શરૂ થાય તે પહેલાં, પાકિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયાથી આગળ હતું, પરંતુ તેમની હારથી મોટો ઝટકો લાગ્યો છે.

આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા છઠ્ઠા ક્રમે હતી, જ્યારે પાકિસ્તાન પાંચમા ક્રમે હતું. બાંગ્લાદેશ સામે કારમી હાર બાદ પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે સરકી ગયું છે, જ્યારે ટીમ ઈન્ડિયા હવે પાંચમા નંબરે પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશના રેન્કિંગમાં સુધારો થયો

બાંગ્લાદેશની જીતથી તેમને પોઈન્ટ ટેબલમાં ઉપર આવવામાં મદદ મળી છે. આ મેચ પહેલા તેઓ આઠમા ક્રમે હતા, પરંતુ આ જીત પછી, તેઓ હવે છઠ્ઠા નંબરે પહોંચી ગયા છે. આ સીઝનમાં અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી ટીમે 1 જીતી, 1 હાર અને 1 ડ્રો કરી છે.

ટીમ ઈન્ડિયાના ખાતામાં કેટલા પોઈન્ટ છે?

ટીમ ઈન્ડિયાએ WTC ની આ સીઝનમાં 9 મેચ રમી છે, જેમાં 4 જીતી છે, 4 હાર્યા છે અને 1 ડ્રો રહી છે. ટીમ ઈન્ડિયાનો જીતનો દર 48.15 છે. પાકિસ્તાને આ સીઝનમાં 3 મેચ રમી છે, જેમાં 1 જીતી છે અને 2 હાર્યા છે. પરિણામે ટીમનો જીતનો દર માત્ર 33.33 છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: