બાંગ્લાદેશે ત્રીજી વનડેમાં પાકિસ્તાનને 11 રનથી હરાવ્યું. આ સાથે બાંગ્લાદેશે 3 મેચની વનડે સિરીઝ 2-1થી જીતી લીધી. સલમાન અલી આગાએ સદી ફટકારી, અને શાહીન આફ્રિદીએ પણ અંત સુધી લડત આપી, પરંતુ તેઓ પાકિસ્તાનની હાર રોકી શક્યા નહીં.


ઢાકામાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરીને 290 રન બનાવ્યા. જવાબમાં પાકિસ્તાન નિર્ધારિત 50 ઓવરમાં માત્ર 279 રન જ બનાવી શક્યું.

ODI ક્રિકેટ ઈતિહાસમાં આ સાતમી વખત છે જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવ્યું છે. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશે તનઝીદ હસનની 107 રનની સદીની મદદથી 290 રન બનાવ્યા. આ તનઝીદ હસનની પહેલી ODI સદી હતી.

સલમાન આગાની સદી ગઈ નિષ્ફળ

291 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેને માત્ર 17 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી અને પતન સતત ચાલુ રહ્યું, જેમાં સાહિબજાદા ફરહાનથી લઈને મોહમ્મદ રિઝવાન સુધી બધા નિષ્ફળ ગયા. પરિણામે 82 રન સુધી પહોંચે ત્યાં સુધીમાં પાકિસ્તાને 5 વિકેટ ગુમાવી દીધી.


આ દરમિયાન સલમાન આગા અને સાદ મસૂદે 79 રનની પાર્ટનરશીપ કરીને પાકિસ્તાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવી લીધી. સલમાને ફહીમ અશરફ સાથે 48 રન અને શાહીન આફ્રિદી સાથે 52 રન બનાવ્યા. પાકિસ્તાની ટીમ માટે જીતની આશાઓ વધતી જતી હતી, પરંતુ ત્યારબાદ સલમાન આગા 48મી ઓવરમાં 106 રન બનાવીને આઉટ થઈ ગયો.

2 ઓવરમાં 28 રનની જરૂર

પાકિસ્તાનને છેલ્લી 2 ઓવરમાં જીતવા માટે 28 રનની જરૂર હતી. શાહીન આફ્રિદી સારી સ્થિતિમાં હતો, તેને ઓવરના પહેલા ત્રણ બોલમાં બે છગ્ગા ફટકાર્યા. પરંતુ મુસ્તફિઝુર રહેમાને જોરદાર વાપસી કરી, ઓવરના છેલ્લા બોલ પર હરિસ રૌફને આઉટ કર્યો. બાકીનું કામ રિશાદ હુસૈને કર્યું. આફ્રિદી અંતિમ ઓવરમાં બોલ ફટકારવામાં અસમર્થ રહ્યો.

આ પણ વાંચો: Suryakumar Yadav, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ છોડ્યો ટીમ ઈન્ડિયાનો સાથ, BCCI પર ઉઠ્યા સવાલો!

  • Follow us on: