બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હવે પોતાના જ ઘરમાં ફસાયેલું જોવા મળે છે, તેને બાંગ્લાદેશી ખેલાડીઓ વિરુદ્ધ કરેલી કોમેન્ટ બદલ ડાયરેક્ટર એમ. નઝમુલ ઈસ્લામને કારણદર્શક નોટિસ ફટકારી છે.
આ નોટિસ BPL મેચ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ આવી છે, કારણ કે બાંગ્લાદેશના ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશનએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી નઝમુલ ઈસ્લામ તેમના પદ પરથી રાજીનામું ન આપે ત્યાં સુધી તમામ ક્રિકેટ મેચને બોયકોટ કરવાની હાકલ કરી છે.
ખેલાડીઓ મેચને બોયકોટ કરવા પર અડગ
મીડિયા રિપોર્ટ મુજબ ઢાકા ક્રિકેટ લીગની ચાર ફર્સ્ટ-ક્લાસ મેચ, જે તે દિવસે યોજાવાની હતી, ગુરુવારે સવારે શરૂ થઈ ન હતી, જેના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાં ગંભીર ચિંતાઓ ઉભી થઈ હતી. ચટ્ટોગ્રામ રોયલ્સ અને નોઆખલી એક્સપ્રેસના ખેલાડીઓ જેઓ BPL મેચોમાં રમવાના હતા, તેઓ હજુ પણ તેમના બોયકોટ પર અડગ છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે લેખિત જવાબ માગ્યો
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે તેને સંબંધિત વ્યક્તિને 48 કલાકની અંદર લેખિત જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અને આ મામલો યોગ્ય પ્રક્રિયા દ્વારા ઉકેલવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના કેટલાક અધિકારીઓએ ક્રિકેટર્સ વેલ્ફેર એસોસિએશન ઓફ બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ મિથુનનો સંપર્ક કર્યો છે. તેમને જણાવ્યું છે કે ક્રિકેટર્સ મેચને બોયકોટ કરવા માટે અડગ છે.
નઝમુલ ઈસ્લામે તમીમ ઈકબાલ પર કરી મોટી કોમેન્ટ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ક્રિકેટ વિવાદમાં નઝમુલ ઈસ્લામે બાંગ્લાદેશી ક્રિકેટર તમીમ ઈકબાલને ભારતીય એજન્ટ ગણાવ્યો. નઝમુલે એમ પણ કહ્યું કે જો બાંગ્લાદેશ T20 વર્લ્ડકપમાંથી ખસી જાય છે, તો BCBને કોઈ આર્થિક નુકસાન થશે નહીં, પરંતુ ખેલાડીઓ નુકસાન સહન કરશે, કારણ કે તેમને તેમની મેચ ફી મળશે નહીં. આ નિવેદનથી બાંગ્લાદેશમાં હોબાળો મચી ગયો. નઝમુલના નિવેદનથી ખેલાડીઓ દુઃખી થયા હતા.
આ પણ વાંચો: Englandના બે ખેલાડીઓને ન મળ્યા ભારતીય વિઝા, જાણો શું છે મોટું કારણ