T20 વર્લ્ડકપ 2026 ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં શરૂ થવાનો છે અને ટુર્નામેન્ટ પહેલા વધુ એક વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક ખેલાડીઓને તેમના ભારતીય વિઝા મળવામાં વિલંબ થઈ રહ્યો છે, જેમાં બે અગ્રણી અંગ્રેજી ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.


મીડિયા રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના સ્પિનરો આદિલ રશીદ અને રેહાન અહેમદને હજુ સુધી તેમના વિઝા મળ્યા નથી. બ્રિટિશ મીડિયામાં આવા સમાચાર ફરતા થઈ રહ્યા છે.

રાશિદ અને રેહાન ટીમ સાથે નહીં જાય ભારત

ઈંગ્લિશ વેબસાઈટ ધ ક્રિકેટરના મીડિયા રિપોર્ટ મુજબ આદિલ રશીદ અને રેહાન અહેમદને હજુ સુધી ભારતના વિઝા મળ્યા નથી. આનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે મુસાફરી કરશે નહીં. એકવાર તેમને વિઝા મળી ગયા પછી બંનેએ અલગથી ભારતની મુસાફરી કરવી પડશે.

તમને જણાવી દઈએ કે આદિલ રશીદ અને રેહાન અહેમદ બંનેના પાકિસ્તાન સાથે ક્નેક્શન છે. બંને ખેલાડીઓનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો હતો, પરંતુ તેમના સંબંધીઓ હજુ પણ પાકિસ્તાનમાં રહે છે. આદિલ રશીદે ગયા વર્ષે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત પણ લીધી હતી.

આ ખેલાડીઓ પર પણ લટકી તલવાર

આદિલ રશીદ અને રેહાન અહેમદ પહેલા 4 અમેરિકી ખેલાડીઓના વિઝા અટકી ગયા છે. ફાસ્ટ બોલર અલી ખાન સિવાય શાયાન જહાંગીર, મોહમ્મદ મોહસીન અને એહસાન આદિલની વિઝા અરજીઓ પણ તેમના પાકિસ્તાની સંબંધોને કારણે નકારી કાઢવામાં આવી છે. યુએઈ, ઓમાન, કેનેડા અને ઝિમ્બાબ્વેની ટીમોમાં પણ પાકિસ્તાની મૂળના ખેલાડીઓ છે અને તેમને ભારતમાં વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

T20 વર્લ્ડકપ પહેલા ફક્ત વિઝાનો મુદ્દો જ નહીં પરંતુ બાંગ્લાદેશનો મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે, મુસ્તફિઝુર રહેમાનને IPLમાંથી રિલીઝ કર્યા પછી તેમને પોતાની ટીમ ભારત મોકલવાની ના પાડી દીધી છે. બાંગ્લાદેશ તેની T20 વર્લ્ડકપ મેચ શ્રીલંકામાં રમવા માગે છે.

આ પણ વાંચો: WPL ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, આયુષી સોનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો શરમજનક રેકોર્ડ

  • Follow us on: