ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાનારા ICC T20 વર્લ્ડકપ આવતા મહિને શરૂ થશે. તે પહેલાં અંડર-19 વર્લ્ડકપનો વારો છે, જે શરૂ થવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલા જ દિવસે મેદાનમાં ઉતરશે.


ટીમની કેપ્ટનશીપ યુવા આયુષ મ્હાત્રે કરશે. પરંતુ બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે આ મેચ ભારતીય સમય મુજબ કયા સમયે શરૂ થશે.

આ વખતે અંડર-19 વર્લ્ડકપ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે

આ અંડર-19 વર્લ્ડકપ ODI ફોર્મેટમાં રમાશે, એટલે કે આ મેચ સંપૂર્ણ 50 ઓવરની હશે. ટીમ ઈન્ડિયા પહેલા દિવસે 15 જાન્યુઆરીએ મેદાનમાં જોવા મળશે. પહેલા દિવસે ભારત અને યુએસએની યુવા ટીમો એકબીજા સામે ટકરાશે.

આ વર્ષે વર્લ્ડકપ ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાઈ રહ્યો છે. ભારતીય ટીમ તેની ત્રણેય લીગ મેચ ઝિમ્બાબ્વેમાં રમશે. તેથી સમય અગાઉથી જાણવો મહત્વપૂર્ણ છે.

ભારત અને યુએસએ વચ્ચે અંડર-19 વર્લ્ડકપ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને યુએસએ વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યે શરૂ થશે. ટોસ મેચના અડધા કલાક પહેલા થશે. 15 જાન્યુઆરી પછી ટીમ ઈન્ડિયા 17 જાન્યુઆરીએ તેની આગામી મેચ માટે મેદાનમાં પરત ફરશે. આ દિવસે ભારત અને બાંગ્લાદેશની ટીમો એકબીજા સામે ટકરાશે.

ભારતીય ટીમ તેનો અંતિમ લીગ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ 24 જાન્યુઆરીએ રમાશે. જો ટીમ ઈન્ડિયા આગામી રાઉન્ડમાં આગળ વધે છે, તો અમે તેનું શેડ્યુલ સામેની ટીમની હાર જીત બાદ નક્કી થશે.

વૈભવ સૂર્યવંશી પર રહેશે ફેન્સની નજર

ભારતીય ટીમ ઘણી મજબૂત જોવા મળી રહી છે, પરંતુ બધાની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેને માત્ર 14 વર્ષની ઉંમરે જ નોંધપાત્ર ખ્યાતિ મેળવી લીધી છે. કેપ્ટન આયુષ મ્હાત્રે પણ એક મુખ્ય ખેલાડી તરીકે જોવા મળશે. વૈભવ સૂર્યવંશીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે તાજેતરમાં સાઉથ આફ્રિકાને ODI સિરીઝમાં શાનદાર રીતે હરાવ્યું હતું. આ સૂચવે છે કે ભારતીય ટીમ ટાઈટલ જીતવા માટે એક મજબૂત દાવેદાર છે.

ભારતની અંડર 19 ટીમ

આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ, વિહાન મલ્હોત્રા, વેદાંત ત્રિવેદી, અભિજ્ઞાન કુંડુ (વિકેટકીપર), કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, દિપેશ દેવેન્દ્રન, કિશન કુમાર સિંહ, હેનીલ પટેલ, ઉધવ મોહમ્મદ, આરએસ અંબરીશ, મોહમ્મદ એનાન. હરવંશ પંગાલિયા.

યુએસએ અંડર 19 ટીમ

અમરિંદર ગિલ, સાહિલ ગર્ગ, અર્જુન મહેશ, ઉત્કર્ષ શ્રીવાસ્તવ (કેપ્ટન), અદનીત ઝામ્બ, અમોઘ અરેપલ્લી, નીતિશ સુદિની, શિવ શની, અદિત કપ્પા, સાહિર ભાટિયા, રેયાન તાજ, અદ્વૈત ક્રૃષ્ણા, સબરીશ પ્રસાદ, ઋત્વિક અપ્પીદી, ઋષભ શિમ્પી.

આ પણ વાંચો: Rohit Sharma, વિરાટ કોહલી અને ગંભીર વચ્ચે ટક્કર! ભારતીય કોચે કર્યો મોટો ખુલાસો

  • Follow us on: