ગૌતમ ગંભીર, રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે બધુ બરાબર નથી. આવા દાવાઓએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું છે.
સિતાંશુ કોટકે સ્પષ્ટપણે કહ્યું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ મેનેજમેન્ટ સાથે સતત સંપર્કમાં છે અને ટીમના ભવિષ્યના આયોજનમાં સતત યોગદાન આપી રહ્યા છે.
હકીકતમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી અને રોહિત શર્માના હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના સંબંધો તણાવપૂર્ણ છે. બેટિંગ કોચ સિતાંશુ કોટકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વિરાટ અને રોહિત ટીમના આયોજનમાં ફાળો આપે છે, વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે અને તેમના અનુભવો શેર કરે છે.
સીતાંશુ કોટકે કહી આ વાત
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી વનડે 18 જાન્યુઆરીએ રમાશે. મેચ પહેલા મીડિયા સાથે વાત કરતા સીતાંશુ કોટકે કહ્યું કે "તે ગૌતમ ગંભીર સાથે ODI ફોર્મેટ અને આગામી મેચો વિશે ચર્ચા કરે છે. હું મોટાભાગે ત્યાં હોઉં છું, અને તેઓ પોતાના અનુભવો શેર કરે છે. મેં હંમેશા તેમને એકબીજા સાથે વાતચીત કરતા જોયા છે."
કોહલી-ગંભીર વાત નથી કરતા?
એવા પણ દાવા થયા છે કે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકબીજા સાથે વાત કરતા નથી. આના પર સિતાંશુ કોટકે કહ્યું કે "દેખીતી રીતે, તમે સોશિયલ મીડિયા પર ઘણી બધી વસ્તુઓ જુઓ છો. હું તેનાથી બચવાનો પ્રયાસ કરું છું."
વિરાટ કોહલી અને રોહિત અને ટીમ મેનેજમેન્ટ વચ્ચેના કોમ્યુનિકેશન ગેપ અંગે કોટકે કહ્યું કે રોહિત અને વિરાટ ટીમના સિનિયર ખેલાડીઓ છે અને ખૂબ જ અનુભવી છે. કોટકે સમજાવ્યું કે જ્યારે પણ તેમને પ્રેક્ટિસ કરવાની જરૂર લાગે છે, ત્યારે તેઓ બે દિવસ અગાઉ સ્થળ પર પહોંચી જાય છે.
આ પણ વાંચો: IND Vs NZ: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં 100% થશે ફેરફાર, આ ખેલાડીને મળી શકે છે તક