WPL 2026 ની છઠ્ઠી મેચ નવી મુંબઈમાં ડો. DY પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે મુંબઈ ઈન્ડિયન્સ વિમેન્સ અને ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત જાયન્ટ્સ વિમેન્સ ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું.

આ વિમેન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં એક અનોખી ક્ષણ હતી. ગુજરાત જાયન્ટ્સની ઈનિંગ દરમિયાન કંઈક અસામાન્ય બન્યું. ગુજરાત માટે ડેબ્યૂ કરી રહેલી આયુષી સોનીએ શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

આયુષી સોનીના નામે શરમજનક રેકોર્ડ

ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સામે આવ્યા પછી ગુજરાત જાયન્ટ્સની શરૂઆત સારી રહી. પરંતુ ત્યારબાદ તેઓએ વિકેટ ગુમાવી દીધી, જેના કારણે રન રેટ ધીમો પડી ગયો. ડેબ્યુ કરનાર આયુષી સોની સંઘર્ષ કરી રહી હતી, તેને 14 બોલમાં ફક્ત 11 રન બનાવ્યા હતા. આ સમયે ગુજરાત ટીમે તેને રિટાયર્ડ આઉટ કરવાનો નિર્ણય લીધો.

https://twitter.com/RichKettle07/status/2011096637956112652

ત્યારબાદ ભારતી ફુલમાલીએ મેદાનમાં ઉતરીને શાનદાર પ્રદર્શન કર્યું. અનુષ્કા શર્મા, જે શાનદાર ફોર્મમાં હતી. તેને ઈજા થઈ તેના કારણે તે મેચમાંથી બહાર થઈ ગઈ. પરિણામે કેપ્ટન એશ્લે ગાર્ડનરે આયુષીને ડેબ્યુ કરવાની મહત્વપૂર્ણ તક આપી.

ભારતી ફુલમાલીનું શાનદાર પ્રદર્શન

ગુજરાત જાયન્ટ્સ તરફથી વિકેટકીપર-બેટ્સમેન બેથ મૂનીએ 33 રન બનાવ્યા. ફોર્મમાં રહેલી સોફી ડિવાઈન ફક્ત 8 રન બનાવી શકી. કનિકા આહુજાએ 18 બોલમાં 35નની મહત્વપૂર્ણ ઈનિંગ રમી. એશ્લે ગાર્ડનરે 20 રન બનાવ્યા, જ્યારે જ્યોર્જિયા વેરહેમ 43 રન બનાવી અણનમ રહી. અંતે બેટિંગ કરવા આવેલી ભારતી ફૂલમાલીએ 15 બોલમાં 3 ચોગ્ગા અને 3 જબરદસ્ત છગ્ગા ફટકારીને અણનમ 36 રન બનાવ્યા. મુંબઈ તરફથી સ્ટાર બોલરોએ 1-1 વિકેટ લીધી.

આ પણ વાંચો: Vaibhav Suryavanshiના ટાર્ગેટ પર 2 મોટા રેકોર્ડ, વર્લ્ડકપમાં હાંસલ કરશે મોટી સિદ્ધિ