રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામેની બીજી ODIમાં ભારતના વિસ્ફોટક બેટ્સમેન કેએલ રાહુલે બેટિંગથી સારું પ્રદર્શન કર્યું. મિડલ ઓર્ડરના ખરાબ પ્રદર્શન બાદ કેએલ રાહુલે એક છેડો મજબૂતીથી પકડી રાખ્યો અને શાનદાર સદી ફટકારી.
કેએલ રાહુલે માત્ર 87 બોલમાં પોતાની સદી પૂરી કરી, જે ન્યુઝીલેન્ડ સામેની તેની બીજી ODI સદી હતી. તેને 9 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકારીને પોતાની આઠમી ODI સદી પૂરી કરી અને ઈતિહાસ રચ્યો. રાહુલ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ODI સદી ફટકારનાર પહેલો ભારતીય બેટ્સમેન છે. તેની પહેલા કોઈ પણ ભારતીય બેટ્સમેન ત્યાં ODIમાં ત્રણ આંકડાનો સ્કોર સુધી પહોંચી શક્યો ન હતો.
કેએલ રાહુલની વિસ્ફોટક સદીના કારણે ભારત 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને કુલ 284 રન બનાવવામાં સફળ રહ્યું. ડેબ્યુ કરનાર ક્રિશ્ચિયન ક્લાર્કે ન્યુઝીલેન્ડ માટે ત્રણ વિકેટ લીધી.
2 વર્ષ પછી કેએલ રાહુલની સદીના દુષ્કાળનો અંત આવ્યો
કેએલ રાહુલની સદી 2 વર્ષ પછી આવી છે. તેને અગાઉ નવેમ્બર 2023 માં વર્લ્ડકપ દરમિયાન બેંગલુરુમાં નેધરલેન્ડ્સ સામે સદી ફટકારી હતી. આ વિસ્ફોટક સદી સાથે રાહુલે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડીને ભારતનો સૌથી વધુ વનડે સદી ફટકારનાર ખેલાડી બન્યો.
અઝહરુદ્દીને તેના 334 મેચના વનડે કરિયરમાં ફક્ત 7 સદી ફટકારી હતી. પરંતુ કેએલ રાહુલની રાહુલે ફક્ત 93મી વનડેમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેએલ રાહુલની સદી રાજકોટમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. તેને 92 બોલમાં 112 રન બનાવ્યા અને અણનમ રહ્યો. તેને પોતાની સદી દરમિયાન 11 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ તેની છેલ્લી 4 વનડે ઈનિંગમાં તેનો ત્રીજો 50+ સ્કોર છે. સૌથી રસપ્રદ વાત એ છે કે તે 4 માંથી 3 વખત અણનમ રહ્યો છે.
કેએલ રાહુલે પોતાની સદીનું ખાસ રીતે કર્યું સેલિબ્રેશન
કેએલ રાહુલે પોતાની સદીનું સેલિબ્રેશન અનોખી રીતે કરી. તેને પોતાની આંગળી મોં પર મૂકીને સેલિબ્રેશન કર્યું, જેને તેની પુત્રી સાથે જોડી દેવામાં આવી રહી છે. આ સેલિબ્રેશનનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કેએલ રાહુલ ગયા વર્ષે પિતા બન્યો હતો.
આ પણ વાંચો: WPL ઈતિહાસમાં પહેલીવાર બની આ ઘટના, આયુષી સોનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો શરમજનક રેકોર્ડ