ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેમની નાની મેચોનું પણ લાઈવ ટેલિકાસ્ટ કરે છે, પરંતુ BCCI આવું કરતું નથી. આના કારણે ફેન્સ દ્વારા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. ટીકાનો સામનો કર્યા પછી BCCI એ હવે પોતાની ભૂલ સુધારી લીધી છે.
ઈન્ડિયા Aને સાઉથ આફ્રિકા A સામે રમવાનું છે. BCCIએ આ સિરીઝનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. આ સિરીઝમાં ઈન્ડિયા A ટીમનું નેતૃત્વ સુપરસ્ટાર રિષભ પંત કરી રહ્યો છે.
ઈન્ડિયા A મેચોનું કરવામાં આવશે લાઈવ ટેલિકાસ્ટ
ભારતીય ફેન્સ માટે એક સારા સમાચાર છે. BCCIએ હવે ઈન્ડિયા A ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે, આ પગલું જિયોહોટસ્ટાર દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યું છે. આ મેચો 30 ઓક્ટોબરથી સવારે 9 વાગ્યે જિયોહોટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે. પહેલી મેચમાં રિષભ પંત, દેવદત્ત પડિકલ, સાઈ સુદર્શન અને રજત પાટીદાર પણ જોવા મળશે. સાઉથ આફ્રિકાની ટીમમાં ટેમ્બા બાવુમા, ઝુબૈર હમઝા અને માર્કસ એકરમેનનો પણ સમાવેશ થાય છે.
સાઉથ આફ્રિકા A ટીમ
માર્કસ એકરમેન (કેપ્ટન), ટેમ્બા બાવુમા (માત્ર તેની બીજી મેચ), ઓકુહલે સેલે, ઝુબેર હમઝા, જોર્ડન હર્મન, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોન્ગવાના, લેસેગો સેનોકવાને, પ્રેનેલન સુબ્રાયન, કાયલ સિમન્ડ્સ, ત્સેપો ન્ડવાંડવા, જેસન સ્મિથ, ટિયાન વૈન વુરેન, કોડી યૂસુફ.
ઈન્ડિયા A ટીમ
પ્રથમ 4 ડે મેચ માટેની ટીમોઃ રિષભ પંત (કેપ્ટન) (વિકેટકીપર), આયુષ મ્હાત્રે, એન જગદીસન (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, અંશુલ કંબોજ, યશ ઠાકુર, આયુષ બદોની, સારાંશ જૈન
બીજી 4 ડે મેચ માટેની ટીમઃ રિષભ પંત (કેપ્ટન) (વિકેટકીપર), કેએલ રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, રુતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, ખલીલ અહેમદ, ગુરનૂર બરાડ, અભિમનયુ ઈશ્વરન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશદીપ.