ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ODI સિરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં થવાની આશા છે. એવું માનવામાં આવે છે કે સિલેકર્ટ્સ જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ટીમની જાહેરાત કરશે.


શુભમન ગિલનું પરત ફરવું નિશ્ચિત છે, પરંતુ શ્રેયસ ઐયરનું સિલેક્શન શંકામાં છે. પરંતુ વિજય હજારે ટ્રોફીમાં બેટ્સમેનોના ધમાકેદાર પ્રદર્શનથી સિલેકર્ટ્સની ચિંતા વધી ગઈ છે. બુધવારે 3 બેટ્સમેનોએ એકસાથે સદી ફટકારી, ODI ટીમ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.

એક દિવસમાં 3 સદીએ દોડને રોમાંચક બનાવી દીધી

વર્ષના છેલ્લા દિવસે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામે બેટથી ધૂમ મચાવનાર ઋતુરાજ ગાયકવાડે સદી ફટકારી હતી. મહારાષ્ટ્ર તરફથી રમતા ઋતુરાજે 113 બોલમાં 124 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગ દરમિયાન ઋતુરાજે 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ વિજય હજારે ટ્રોફીમાં સદી ફટકારી રહેલા દેવદત્ત પડિકલે વધુ એક સદી ફટકારી. પુડુચેરી સામે રમતા પડિકલે 116 બોલમાં 113 રનની શાનદાર ઈનિંગ રમી. લેફ્ટ હાથના આ બેટ્સમેન ટૂર્નામેન્ટમાં ત્રણ સદી ફટકારી ચૂક્યો છે.

સરફરાઝ ખાને પણ મચાવી ધૂમ

મુંબઈ તરફથી રમતા સરફરાઝ ખાને પોતાની વિસ્ફોટક બેટિંગથી ફેન્સનું ધ્યાન ખેંચી લીધું. શાનદાર ગતિએ બેટિંગ કરતા, સરફરાઝે પોતાની સદી પૂર્ણ કરવા માટે ફક્ત 56 બોલનો સામનો કર્યો. 75 બોલની પોતાની ઈનિંગમાં સરફરાઝે 209ના સ્ટ્રાઈક રેટથી 157 રન બનાવ્યા.

સરફરાઝ ખાને 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા.એટલે કે સરફરાઝે પોતાના 157 રનમાંથી 120 રન ફક્ત બાઉન્ડ્રીથી બનાવ્યા. વનડે ટીમની પસંદગી પહેલા ત્રણેય બેટ્સમેનોએ સિલેકર્ટ્સ સમક્ષ પોતાની ક્ષમતા રજૂ કરી દીધી છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સિલેકર્ટ્સ કોના પર વિશ્વાસ કરશે.

આ પણ વાંચો: વર્ષ 2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન આપનારા બોલર્સ, જાણો કોણ છે ટોપ પર


  • Follow us on: