2025ના અંતમાં વિરાટ કોહલીએ એક રેકોર્ડ હાંસલ કર્યો. તેને મહાન વિવ રિચાર્ડ્સનો રેકોર્ડ તોડ્યો. વિરાટે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં 3 મેચમાં 302 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 1 અડધી સદી ફટકારી છે.


આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ બીજા નંબરે પહોંચી ગયો છે. પહેલા નંબર પર પણ ભારતનો સ્ટાર ખેલાડી રોહિત શર્મા છે. વિરાટે 2025ના ODI રેન્કિંગમાં ટોપ 2માં સ્થાન મેળવ્યું હતું, જેમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ હાંસલ કર્યો હતો.

વિરાટ કોહલીએ વનડેમાં 10મી વખત આ સિદ્ધિ મેળવી

વિરાટ કોહલીએ તેના ODI કરિયરમાં 10મી વખત ICC ODI રેન્કિંગમાં ટોપ 2માં એક કેલેન્ડર વર્ષ પૂર્ણ કર્યું છે. તેને 2017, 2018, 2019 અને 2020 માં ICC ODI રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન તરીકે વર્ષ પૂર્ણ કર્યું. તે 2013, 2014, 2015, 2016, 2021 અને 2025 માં ICC ODI રેન્કિંગમાં બીજા નંબરે રહ્યો. આ પહેલા કોઈ અન્ય ખેલાડીએ આ સિદ્ધિ મેળવી નથી.

વિરાટે વિવ રિચાર્ડ્સનો રેકોર્ડ તોડ્યો

આ સંદર્ભમાં વિરાટે વેસ્ટ ઈન્ડીઝના ભૂતપૂર્વ બેટિંગ દિગ્ગજ વિવિયન રિચાર્ડ્સનો લાંબા સમયથી ચાલતો રેકોર્ડ તોડ્યો છે. રિચાર્ડ્સે તેમના કરિયર દરમિયાન એક કેલેન્ડર વર્ષમાં 9 વખત ટોપ 2માં રહ્યા હતા. અત્યાર સુધી બેટ્સમેનોમાં આ રેકોર્ડ સંયુક્ત રીતે કોહલી અને રિચાર્ડ્સ પાસે હતો. બોલરોમાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન શોન પોલોક 9 વખત ટોપ 2 સ્થાન પર રહ્યો હતો, જેમાંથી 7 વખત પ્રથમ સ્થાને હતા. વિરાટ હવે રિચાર્ડ્સ અને પોલોક બંનેને પાછળ છોડી ચૂક્યો છે.

આ વર્ષે વિરાટ કોહલીએ વનડેમાં ઘણા રન બનાવ્યા

સાઉથ આફ્રિકા સિરીઝ પછી વિરાટ કોહલીની વાત કરીએ તો તે તાજેતરમાં વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળ્યો હતો. તેને આ ટુર્નામેન્ટમાં આંધ્રપ્રદેશ સામે સદી ફટકારી હતી. 2025માં વિરાટ કોહલીએ ODIમાં સારું પ્રદર્શન કર્યું. તેને 13 મેચ રમી અને 65.10ની એવરેજથી 651 રન બનાવ્યા. તે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે અને જીતતી મેચોમાં 18,000 રન બનાવનાર પહેલો ભારતીય બન્યો.

આ પણ વાંચો: Sara Tendulkar હાથમાં બીયરની બોટલ લઈને ફરતી મળી જોવા? વાયરલ થયો VIDEO



  • Follow us on: