વિજય હજારે ટ્રોફી 2025-26માં ઘણા ભારતીય ખેલાડીઓના પ્રદર્શન પર ફેન્સની નજર છે, જેમાં કેટલાક એવા ખેલાડીઓનો પણ સામેલ છે જેઓ IPL પહેલા પોતાનું ફોર્મ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવું જ એક નામ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાનું છે, જે ગત ઈન્ડિયન પ્રીમિયર લીગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો ભાગ છે.
હૈદરાબાદ સામેની મેચમાં તેને શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું હતું, જેનાથી તેની ટીમ 50 ઓવરમાં 417 રન બનાવી શકી હતી. તેની ઈનિંગ દરમિયાન કૃણાલ પંડ્યાનો સ્ટ્રાઈક રેટ 173.02 હતો.
કૃણાલ પંડ્યાએ 109 રનની કેપ્ટન્સી ઈનિંગ રમી
રાજકોટમાં વિજય હજારે ટ્રોફી 2025-26 માં હૈદરાબાદ સામે રમી રહેલા બરોડાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બરોડાના ઓપનિંગ બેટ્સમેન નિત્ય પંડ્યા અને અમિત પાસીએ ટીમને મજબૂત શરૂઆત આપી, પહેલી વિકેટ માટે 230 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી.
ત્યારબાદ ત્રીજા નંબર પર બેટિંગ કરતા કેપ્ટન કૃણાલ પંડ્યાએ એક છેડેથી ઈનિંગને મજબૂત બનાવી અને ઝડપી રન બનાવ્યા. અણનમ 109 રન દરમિયાન કૃણાલ પંડ્યાએ ફક્ત 63 બોલનો સામનો કર્યો, જેમાં 18 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. કૃણાલ પંડ્યાનો સ્ટ્રાઈક રેટ 173.03 હતો. 95 લિસ્ટ A મેચમાં આ તેની ત્રીજી સદી ફટકારી.
જીતેશ શર્મા બેટથી સારું પ્રદર્શન કરી શક્યો નહીં
ભારતીય T20 ટીમમાંથી બહાર કરાયેલા વિકેટકીપર-બેટ્સમેન જીતેશ શર્મા પણ આ મેચમાં બરોડા તરફથી રમી રહ્યો હતો અને ફેન્સની નજર તેના પ્રદર્શન પર હતી. પરંતુ જીતેશ બેટિંગ માટે અનુકૂળ પિચ પર સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, 6 બોલનો સામનો કર્યા પછી ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો. બરોડા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ અત્યાર સુધી 3 મેચ રમી ચૂક્યા છે, જેમાંથી 2 જીત્યા છે અને 1 હારી ગયા છે.
આ પણ વાંચો: T20 World Cup 2026 માટે અફઘાનિસ્તાન ટીમે કરી જાહેરાત, રાશિદ ખાનને મળી મોટી જવાબદારી