2007ના T20 વર્લ્ડકપ ફાઈનલમાં ભારત સામે હાર્યાના 2 વર્ષ પછી પાકિસ્તાની ટીમ ફરી એકવાર ફાઈનલમાં પહોંચી હતી. 2009ના T20 વર્લ્ડકપમાં પાકિસ્તાને શ્રીલંકાને 8 વિકેટથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો.


પાકિસ્તાન પહેલીવાર T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું, પરંતુ સઈદ અજમલે વિશ્વ-ડિફેન્ડિંગ ટીમ સાથે થયેલા દગાનો પર્દાફાશ કર્યો.

સઈદ અજમલે આ વર્ષે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેવી રીતે 2009 વર્લ્ડકપ જીત્યા પછી પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાને વિજેતા ટીમના દરેક ખેલાડીને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, પરંતુ ચેક બાઉન્સ થવાને કારણે કોઈને એક પૈસો પણ મળ્યો નહીં.

પાકિસ્તાનના વડાપ્રધાને આપ્યો દગો!

પાકિસ્તાની યુટ્યુબ ચેનલ પર મહેમાન તરીકે આવેલા સઈદ અજમલે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે "જ્યારે અમે 2009નો T20 વર્લ્ડકપ જીતીને પરત ફર્યા, ત્યારે અમને વધારે પૈસા મળ્યા નહીં કારણ કે તે પછી અમે શ્રીલંકાનો પ્રવાસ કરવાના હતા. પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાને અમને આમંત્રણ આપ્યું અને દરેક ખેલાડીને 25 લાખ રૂપિયાનો ચેક આપ્યો. અમે ખુશ હતા કારણ કે તે દિવસોમાં આ ખૂબ મોટી રકમ હતી. પરંતુ ચેક બાઉન્સ થઈ ગયો."


સઈદ અજમલે કર્યો મોટો ખુલાસો

સઈદ અજમલે આશ્ચર્યચકિત થઈને કહ્યું કે સરકારી ચેક પણ બાઉન્સ થઈ શકે છે. ખેલાડીઓને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન આ મામલો સંભાળશે, પરંતુ ચેરમેને સ્પષ્ટ ના પાડી દીધી. પીસીબીના ચેરમેને આ બાબતથી હાથ ધોઈ નાખતા કહ્યું કે વડાપ્રધાન આ મામલો સંભાળશે. અજમલે ખુલાસો કર્યો કે પાકિસ્તાની ખેલાડીઓને આઈસીસી તરફથી આવતા પૈસા મળ્યા હતા.

પાકિસ્તાન 2009 થી T20 વર્લ્ડકપ જીતી શક્યું નથી. પરંતુ તેઓ 2022માં ફાઈનલમાં પહોંચ્યા હતા. 2022ની ફાઈનલમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: 

  • Follow us on: