ઋતુરાજ ગાયકવાડ પણ વિજય હજારે ટ્રોફી 2025-26માં મહારાષ્ટ્ર માટે ભાગ લઈ રહ્યો છે. 31 ડિસેમ્બરે રમાઈ રહેલી મેચમાં ઋતુરાજ ગાયકવાડના બેટે શાનદાર પ્રદર્શન કર્યું. તેને ઉત્તરાખંડ સામે એક શક્તિશાળી સદી ફટકારી અને સિલેક્ટર્સનું ધ્યાન ખેંચ્યું.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સિરીઝ પહેલા ઋતુરાજ ગાયકવાડે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે પોતાનો દાવો રજૂ કર્યો છે. ઋતુરાજ ગાયકવાડે તાજેતરમાં સાઉથ આફ્રિકા સામેની 3 મેચની ODI સિરીઝમાં પણ સદી ફટકારી હતી. હવે તેને ફરી એકવાર બેટથી પોતાની છાપ છોડી દીધી છે.
ઋતુરાજ ગાયકવાડની શાનદાર સદી
ઋતુરાજ ગાયકવાડે 113 બોલમાં 124 રન બનાવ્યા, જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. મહારાષ્ટ્ર માટે નંબર 4 પર બેટિંગ કરતા ઋતુરાજ ગાયકવાડે શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી અને દરેક દિશામાં શોટ માર્યા. મહારાષ્ટ્રની શરૂઆત સારી ન રહી, માત્ર 50 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી, છતાં ઋતુરાજ ગાયકવાડે એક છેડેથી ઈનિંગ સંભાળી. તેની વિસ્ફોટક બેટિંગે વિરોધી બોલર્સને હેરાન કરી દીધા અને તેની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી.
મહારાષ્ટ્રે 300 રનનો આંકડો કર્યો પાર
ઉત્તરાખંડ સામે મહારાષ્ટ્ર તરફથી ઈનિંગની શરૂઆત કરતા અર્શીન કુલકર્ણીએ 17 બોલમાં 13 રન બનાવ્યા, જ્યારે એસએ વીરે 20 બોલમાં 12 રન બનાવ્યા. ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલા અંકિત બાવનેએ 20 બોલમાં 12 રન બનાવ્યા.
ઋતુરાજ ગાયકવાડ સિવાય આરએ ત્રિપાઠીએ 47 બોલમાં 33 રન, એસએસ બચ્છવે 45 બોલમાં 56 રન બનાવ્યા, જ્યારે આરએસ ઘોષે 31 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું. મહારાષ્ટ્રે 50 ઓવરમાં 7 વિકેટે 331 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: Suryakumar Yadavને લઈને નિવેદન પર બોલીવુડ એક્ટ્રેસે લીધો યુ-ટર્ન, કહ્યું- 'બ્લોક થવા માગતી નથી...!'