વર્ષ 2025માં રમતગમતની દુનિયામાંથી હાર્ટબ્રેકના અસંખ્ય સમાચાર જોવા મળ્યા. કેટલાક સ્ટાર ખેલાડીઓના અલગ થવાની ચર્ચાઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ હતી, પરંતુ પરિણામ પછી આવ્યું. તમને જણાવી દઈએ કે આ વર્ષે કયા ખેલાડીઓએ તેમના પાર્ટનર સાથે છૂટાછેડા લીધા.


યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્મા

આ વર્ષે સૌથી વધુ ચર્ચાસ્પદ છૂટાછેડા ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માના હતા. આ કપલે ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા અને ઝડપથી ઓનલાઈન પોપ્યુલર બન્યા. પરંતુ 2024ના અંત સુધીમાં તેમની વચ્ચે મુશ્કેલીની ચર્ચાઓ સામે આવવા લાગી. માર્ચ 2025માં તેમને પરસ્પર તેમના લગ્ન તોડી નાખ્યા. ચહલની ઓનલાઈન પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો, જ્યારે ધનશ્રી ચૂપ રહી. હોબાળો છતાં કપલે તેમના અલગ થવાના કારણોની ખુલ્લેઆમ ચર્ચા ન કરવાનું પસંદ કર્યું.

સ્મૃતિ મંધાના-પલાશ મુછલ

ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને સિંગર પલાશ મુછલના લગ્ન રદ્દ કરવામાં આવ્યા. તેની સગાઈ ખૂબ જ ધામધૂમથી સિલેબ્રેટ કરવામાં આવી હતી અને ફેન્સ આતુરતાથી લગ્નની રાહ જોઈ રહ્યા હતા. સેરેમનીના એક દિવસ પહેલા કૌટુંબિક મેડિકલ ઈમરજન્સીને કારણે લગ્ન પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા. થોડા અઠવાડિયા પછી આ કપલે પુષ્ટિ આપી કે તેમને વ્યક્તિગત અને કૌટુંબિક કારણોસર લગ્ન ન કરવાનો નિર્ણય લીધો છે. તેમનો નિર્ણય ફેન્સ માટે આઘાતજનક હતો. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કર્યા, જેનાથી સ્પષ્ટ થયું કે સંબંધ સમાપ્ત થઈ ગયો છે.

સાયના નેહવાલ-પારુપલ્લી કશ્યપ

બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપે 7 વર્ષના લગ્નજીવન પછી જુલાઈ 2025 માં તેમના અલગ થવાની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા, કારણ કે તેમને કરિયર અને જીવનના દબાણને કારણભૂત ગણાવ્યું હતું. પરંતુ થોડા અઠવાડિયા પછી બંનેએ જાહેરમાં સમાધાન કર્યું, ફોટા શેર કરીને પુષ્ટિ આપી કે તેઓએ તેમના લગ્નને બીજી તક આપવાનો નિર્ણય લીધો છે.

હાર્દિક પંડ્યા-જાસ્મીન વાલિયા

નતાશા સ્ટેન્કોવિક સાથેના છૂટાછેડા પછી તરત જ ક્રિકેટર હાર્દિક પંડ્યા બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ કપલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું હતું, પરંતુ 2025ના મધ્ય સુધીમાં, બંને સેલિબ્રિટીઓએ એકબીજાને અનફોલો કરી દીધા, જેનાથી તેમના બ્રેકઅપની પુષ્ટિ થઈ.

આ પણ વાંચો: Shubman Gillને T20 વર્લ્ડકપમાંથી બહાર કર્યા પછી સુનીલ ગાવસ્કરે કહી આ વાત, કહ્યું- 'ઘરે કહો કે નજર...'

  • Follow us on: