પાકિસ્તાન સુપર લીગ 2026નો ભાગ રહેલા ઈસ્લામાબાદ યુનાઈટેડના ફાસ્ટ બોલર હમઝા સજ્જાદને માથા પર બોલ વાગતાં તે બેભાન થઈ ગયો હતો, જેના કારણે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ ઘટના મેચ દરમિયાન નહીં, પરંતુ પ્રેક્ટિસ દરમિયાન બની હતી.


પ્રેક્ટિસ દરમિયાન તેના સાથી ખેલાડી માર્ક ચેપમેને શોટ રમ્યો અને બોલ હમઝાના માથા પર વાગ્યો. હમઝા જમીન પર પડી ગયો, જેનાથી હાજર બધા ચોંકી ગયા.

બોલ વાગતાં ખેલાડીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ હમઝા સજ્જાદ હવે ખતરામાંથી બહાર છે અને ભાનમાં આવી ગયો છે. પરંતુ કોઈપણ આંતરિક ઈજાને નકારી કાઢવા માટે સીટી સ્કેન કરવામાં આવશે. હાલમાં ફ્રેન્ચાઈઝી કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી હમઝાની સ્થિતિ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયા ફોટો

સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા પણ વાયરલ થયા હતા જેમાં પ્રેક્ટિસ દરમિયાન લોકોની ભીડ દેખાઈ રહી હતી. આ ફોટા ખેલાડી બેહોશ થયા પછી લેવામાં આવ્યા હતા.


હજુ સુધી મેચ રમવાની તક મળી નથી

તમને જણાવી દઈએ કે હમઝા સજ્જાદને હજુ સુધી PSLમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. 24 વર્ષના આ ખેલાડી ઘરેલુ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમે છે. પાકિસ્તાન લીગમાં તેને ક્યારે તક મળશે તે જોવું રસપ્રદ રહેશે. PSLમાં તક મળવાથી તેને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં પણ પ્રવેશ મળી શકે છે.

હમઝા સજ્જાદનું કરિયર

હમઝા સજ્જાદના કરિયરની વાત કરીએ તો, તેને 8 ફર્સ્ટ-ક્લાસ મેચ, 3 લિસ્ટ A મેચ અને છ T20 મેચ રમી છે. 13 ફર્સ્ટ-ક્લાસ ઈનિંગમાં, હમઝાએ 21.76 ની એવરેજથી 25 વિકેટ લીધી છે, જેમાં તેનો બેસ્ટ સ્કોર 6/52 છે.

3 લિસ્ટ A ઈનિંગમાં હમઝાએ 6 વિકેટ લીધી, જેમાં તેનો બેસ્ટ સ્કોર 4/46 હતો. બાકીની 6 T20 ઈનિંગમાં, તેને 8 વિકેટ લીધી, જેમાં તેનો બેસ્ટ સ્કોર 2/17 હતો. તેનો ઈકોનોમી રેટ 7.68 હતો. 

આ પણ વાંચો: GT Vs RR: શુભમન ગિલ રાજસ્થાન સામેની મેચમાંથી કેમ થયો બહાર? રાશિદ ખાને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: