ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ તણાવ આસમાને છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ભારતમાં તેની T20 વર્લ્ડકપ 2026 મેચ રમવા માગતું નથી. વધુમાં તે જુઠ્ઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના રમતગમત સલાહકાર આસિફ નજરુલે દાવો કર્યો હતો કે ICCએ ભારતમાં બાંગ્લાદેશ ટીમ માટે સંભવિત સુરક્ષા ખતરાને સ્વીકાર્યો છે.


ICC એ હવે સ્પષ્ટતા કરી છે કે આ ખોટું છે અને તેને હજુ સુધી આવો કોઈ દાવો કર્યો નથી. ICCએ જણાવ્યું હતું કે તે આ બાબતે સત્તાવાર નિવેદન જાહેર કરશે.

ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના જુઠાણાનો કર્યો પર્દાફાશ

ICCએ જણાવ્યું હતું કે તેને T20 વર્લ્ડકપ 2026 માટે બાંગ્લાદેશના ભારત પ્રવાસ અંગેની સુરક્ષા ચિંતાઓને વાજબી ઠેરવવા માટે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને હજુ સુધી પત્ર લખ્યો નથી. ICC એ જણાવ્યું હતું કે તે આ બાબતે સત્તાવાર નિવેદન જાહેર કરશે.

આસિફ નજરુલ ફેલાવે છે જુઠ્ઠાણું

આસિફ નજરુલે સોમવારે કહ્યું હતું કે ICCને પત્રો મોકલવામાં આવ્યા છે. આ પછી ICCની સુરક્ષા ટીમે એક પત્ર મોકલ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો ત્રણ બાબતો થાય છે, તો ભારતમાં બાંગ્લાદેશ ટીમનો સુરક્ષા ખતરો વધશે. પ્રથમ જો મુસ્તફિઝુર રહેમાન બાંગ્લાદેશ ટીમમાં જોડાય છે. બીજું, જો બાંગ્લાદેશના ફેન્સ તેમની રાષ્ટ્રીય જર્સી પહેરીને ફરે છે. જેમ જેમ બાંગ્લાદેશમાં ચૂંટણી નજીક આવશે, તેમ તેમ બાંગ્લાદેશ ટીમનો સુરક્ષા ખતરો વધશે. ICCએ નજરુલના દાવાઓને નકારી કાઢ્યા છે.

મુસ્તફિઝુર રહેમાનને કરવામાં આવ્યો રિલીઝ

BCCIના નિર્દેશોનું પાલન કરીને કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને રિલીઝ કરી દીધો છે. ત્યારબાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપતા આઈસીસીને 2 પત્રો લખ્યા છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે તેની T20 વર્લ્ડકપ 2026ની મેચો ભારતની બહાર ખસેડવામાં આવે.

આ પણ વાંચો: RCBએ યુપી વોરિયર્સને 9 વિકેટને હરાવ્યું, ગ્રેસ હેરિસ ધમાકેદાર ફિફ્ટી અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઈનિંગ


  • Follow us on: