ICC રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે ખાસ કરીને ટોપની ટીમો તરફથી બહુ ઓછી ODI મેચો રમાઈ હતી. નીચલા ક્રમાંકિત ટીમોના ખેલાડીઓએ આનો લાભ લીધો છે. હાલમાં મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2માં મેચો રમાઈ રહી છે.

નેપાળી ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, તેમના રેન્કિંગ અને રેટિંગમાં સુધારો થયો છે. પરંતુ ટોપના 10માં કોઈ ફેરફાર થયો નથી, ખેલાડીઓ પહેલાની જેમ જ રહ્યા છે.

શાનદાર પ્રદર્શન કરી રહી છે નેપાળ ટીમ

નેપાળ ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ હાલમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં ICC ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2 માં મેચો યોજાઈ રહી છે. આ મેચોમાં નેપાળની ટીમે સતત 2 મેચોમાં યુએસએ અને સ્કોટલેન્ડની ખૂબ જ પ્રતિષ્ઠિત ટીમોને સફળતાપૂર્વક હરાવી છે.

દીપેન્દ્ર સિંહ એરીને મળ્યો લાભ

ટીમના સૌથી મજબૂત ઓલરાઉન્ડરોમાંના એક દીપેન્દ્ર સિંહ એરીએ યુએસએ સામે 4 વિકેટ લીધી હતી. આનાથી તેને રેન્કિંગમાં ફાયદો થયો છે. આ વખતે તે 3 સ્થાન ઉપર પહોંચ્યો છે અને હવે 25મા સ્થાને પહોંચી ગયો છે. પરંતુ તે હજુ પણ ઘણો નીચો છે, આ ODI રેન્કિંગ છે, જેમાં ઘણા મોટા ખેલાડીઓ અને ટીમો રમે છે. ટીમના ટોપના સ્પિનર ​​સંદીપ લામિછાને પણ આ વખતે રેન્કિંગમાં 8 સ્થાન ઉપર આવ્યો છે. લલિત રાજવંશીએ 18 સ્થાન ઉપર છલાંગ લગાવી છે.

બ્રાન્ડન મેકમુલેન પણ લગાવી છલાંગ

સ્કોટલેન્ડના સ્ટાર બેટ્સમેન બ્રેન્ડન મેકમુલેનને પણ ફાયદો થતો જોવા મળે છે. તેને નેપાળ સામે 73 રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ ગયો હતો. તેને બેટિંગ રેન્કિંગમાં 6 સ્થાનનો કૂદકો લગાવ્યો છે, જે હવે 53મા નંબરે છે.

ડેરિલ મિચેલે પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું

આ દરમિયાન ન્યુઝીલેન્ડના શક્તિશાળી બેટ્સમેન ડેરિલ મિચેલ 815ના રેટિંગ સાથે નંબર વન સ્થાન પર છે. વિરાટ કોહલી 791 ના રેટિંગ સાથે બીજા નંબરે છે. બોલરોમાં અફઘાનિસ્તાનના રાશિદ ખાન 705ના રેટિંગ સાથે ટોપનું સ્થાન ધરાવે છે. ઓલરાઉન્ડરોમાં, અફઘાનિસ્તાનના અઝમતુલ્લાહ ઉમરઝાઈ 329 ના રેટિંગ સાથે ટોપનું સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?