ICCએ T20 વર્લ્ડકપ 2026 પહેલા તેનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે. એક પાકિસ્તાની ખેલાડીએ લેટેસ્ટ ICC રેન્કિંગમાં પોતાનું નંબર-વન સ્થાન ગુમાવ્યું છે અને ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ વિશ્વના નંબર-વન T20I ઓલરાઉન્ડર તરીકે ફરીથી સ્થાન મેળવ્યું છે.


સિકંદર રઝા ફરી નંબર-1 ઓલરાઉન્ડર બન્યો

કોલંબોમાં રમાયેલી T20 વર્લ્ડકપની ઓપનિંગ મેચમાં ઝિમ્બાબ્વેએ ઓમાન સામે 8 વિકેટથી શાનદાર જીત મેળવી. મેચમાં સિકંદર રઝાએ બેટ અને બોલ બંનેમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 1 વિકેટ લીધી, જેનાથી ઝિમ્બાબ્વેને ઓમાન સામે જીત મેળવવામાં મદદ મળી.

આ શાનદાર પ્રદર્શનથી તેને ICC રેન્કિંગમાં ફાયદો થયો અને તે એક સ્થાન આગળ વધીને નંબર 1 ઓલરાઉન્ડર બન્યો, તેને પાકિસ્તાનના સૈમ અયુબને પાછળ છોડી દીધો. સિકંદર રઝા ગયા વર્ષના અંત સુધી નંબર વન T20I ઓલરાઉન્ડર પણ હતો.

બેટિંગ રેન્કિંગમાં ભારે ઉથલપાથલ

પાકિસ્તાનના સાહિબજાદા ફરહાને T20I બેટિંગ રેન્કિંગમાં નોંધપાત્ર છલાંગ લગાવી છે. યુએસએ સામેની તેની 73 રનની ઈનિંગે તેને રેન્કિંગમાં 4 સ્થાનનો ફાયદો ઉઠાવીને ત્રીજા સ્થાને પહોંચાડવામાં મદદ કરી. સાહિબજાદા 769 રેટિંગ પોઈન્ટ સાથે હવે ભારતના સ્ટાર બેટ્સમેન અભિષેક શર્મા 908 રેટિંગ પોઈન્ટના નંબર-વન સ્થાન પર નજર રાખશે.

ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા નંબરે છે. જોસ બટલર એક સ્થાન નીચે આવી ગયો છે અને હવે ત્રીજા નંબરે છે. અભિષેક શર્મા, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ પણ ટોપ 10 T20I બેટ્સમેન રેન્કિંગમાં સામેલ છે. પરંતુ તિલક વર્મા એક સ્થાન નીચે આવી ગયો છે. તિલક પહેલા ચોથા નંબરે હતો અને હવે તે પાંચમા નંબરે સરકી ગયો છે. સૂર્યા સાતમા સ્થાને યથાવત છે.

બોલરોમાં વરુણ ચક્રવર્તીનું વર્ચસ્વ

T20I બોલરોના રેન્કિંગમાં ભારતના વરુણ ચક્રવર્તી (773) નંબર 1 પર યથાવત છે. પરંતુ તે બીજા નંબરે પાકિસ્તાનના અબરાર અહેમદના 753 રેટિંગ કરતા થોડા આગળ છે. ટોપના 10 માં શ્રીલંકાનો વાનિંદુ હસરંગા એક સ્થાન ઉપર પાંચમા નંબરે પહોંચી ગયો છે. અર્શદીપ સિંહે પણ રેન્કિંગમાં નોંધપાત્ર છલાંગ લગાવી છે, જે ત્રણ સ્થાન ઉપર 11મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો: ICCએ ન સ્વીકારી પાકિસ્તાનની કોઈપણ શરત, આપ્યું ફાઈનલ અલ્ટીમેટમ

  • Follow us on: