T20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું વર્ચસ્વ ચાલુ છે. ફરી એકવાર ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે દુનિયાને બતાવી દીધું છે કે તેમને આ ફોર્મેટના રાજા કેમ કહેવામાં આવે છે. લેટેસ્ટ ICC રેન્કિંગ અપડેટમાં ભારતે માત્ર નંબર 1 સ્થાન જાળવી રાખ્યું નથી પરંતુ તેનું વર્ચસ્વ પણ મજબૂત બનાવ્યું છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટ પરિષદ દ્વારા જાહેર કરાયેલ વાર્ષિક પુરુષ T20I ટીમ રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ ટોપના સ્થાને રહી છે. આ વર્ષે ICC પુરુષ T20 વર્લ્ડકપ 2026 જીતનાર ભારતીય ટીમે તેનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ભારત T20 વર્લ્ડકપ ટાઈટલ સફળતાપૂર્વક બચાવનાર પ્રથમ ટીમ બની.

ભારતનો દબદબો યથાવત્

ICC T20I ટીમ રેન્કિંગમાં ભારત 275 રેટિંગ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડ 262 રેટિંગ સાથે બીજા નંબરે છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 258 રેટિંગ સાથે ત્રીજા નંબરે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેનું અંતર ફક્ત એક પોઈન્ટનું ઘટી ગયું છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ મજબૂત લીડ જાળવી રાખે છે.

છેલ્લા બે વર્ષથી વર્ચસ્વ

ભારતીય ટીમનું આ ટોપનું સ્થાન કોઈ સંયોગ નથી. છેલ્લા બે વર્ષમાં ટીમે T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેને ICC મેન્સ T20 વર્લ્ડકપ 2024 અને 2026 બંને ટાઈટલ જીત્યા છે. આ બે વર્લ્ડકપ વચ્ચે રમાયેલી બધી T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયા અજેય રહી. લેટેસ્ટ T20I ટીમ રેન્કિંગમાં ટોપ-7 માં કોઈ ફેરફાર થયો નથી. T20I રેન્કિંગમાં ન્યુઝીલેન્ડ (247 રેટિંગ) ચોથા નંબરે, સાઉથ આફ્રિકા (244 રેટિંગ) પાંચમા નંબરે, પાકિસ્તાન (240 રેટિંગ) છઠ્ઠા નંબરે અને વેસ્ટ ઈન્ડીઝ (233 રેટિંગ) સાતમા નંબરે છે.

બાંગ્લાદેશને થયો ફાયદા

લેટેસ્ટ રેન્કિંગમાં બાંગ્લાદેશ એક પોઈન્ટના ફાયદા સાથે આઠમા નંબરે પહોંચી ગયું છે. શ્રીલંકાએ 6 પોઈન્ટ ગુમાવ્યા છે અને તે નવમા સ્થાને સરકી ગયું છે. અફઘાનિસ્તાન 220 પોઈન્ટ સાથે 10મા નંબરે છે, જે શ્રીલંકાથી ફક્ત એક પોઈન્ટ પાછળ છે.

અમેરિકાએ લગાવી છલાંગ

યુએસએ ક્રિકેટ ટીમે 6 પોઈન્ટનો ફાયદો મેળવ્યો છે અને તે 13મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ઈટાલીએ શાનદાર પ્રદર્શન કર્યું, 11 પોઈન્ટનો ફાયદો મેળવ્યો અને તે 26મા સ્થાનેથી 23મા નંબરે પહોંચી ગયું. ખાસ વાત એ છે કે તેને નેપાળને તેની પહેલી જ ICC મેન્સ T20 વર્લ્ડકપ મેચમાં 10 વિકેટથી હરાવ્યું. આ વખતે રેન્કિંગમાં કુલ ટીમોની સંખ્યા 102 થી ઘટીને 98 થઈ ગઈ છે. ફિજી ક્રિકેટ ટીમ, ગામ્બિયા ક્રિકેટ ટીમ, ગ્રીસ ક્રિકેટ ટીમ અને ઈઝરાયલ ક્રિકેટ ટીમ નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: