ICC મહિલા ODI વર્લ્ડકપ 2025ની ફાઈનલમાં ભારત અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે. ટાઈટલ મેચ 2 નવેમ્બર રવિવારના રોજ નવી મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોએ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.


ભારતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને પ્રોટીઝ ટીમે ઈંગ્લેન્ડને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

આ વખતે મહિલા વર્લ્ડકપમાં એક નવો ચેમ્પિયન બનવાનો છે, કારણ કે બંને ટીમો પોતાનો પહેલો ખિતાબ જીતવાનો પ્રયાસ કરશે. આ મેચ ખૂબ જ રોમાંચક બનવાની અપેક્ષા છે. પરંતુ આ મેચ પહેલાથી જ ભારતીય ફેન્સને ઉત્સાહિત કરી ચૂકી છે. ફાઈનલ પહેલા ટ્રોફી પકડીને બેઠેલા બંને કેપ્ટનોના ફોટોશૂટથી ટીમ ઈન્ડિયાની સંભવિત હારનો સંકેત મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કેવી રીતે.


શું ભારતીય ફેન્સનું ફરી દિલ તૂટશે?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મહિલા વર્લ્ડકપ 2025ની ફાઈનલ પહેલા ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર અને સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ફોટોશૂટ કરાવ્યું. ICC એ શનિવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ટ્રોફી સાથે પોઝ આપતા બંને કેપ્ટનોના ત્રણ ફોટા શેર કર્યા છે. પરંતુ આ તસવીરોએ ટીમ ઇન્ડિયાના ફેન્સનું ટેન્શન વધારી દીધું છે.


આ ફોટામાં ભારતીય કેપ્ટન ટ્રોફીની જમણી બાજુએ પોઝ આપતી જોવા મળે છે, જ્યારે આફ્રિકન કેપ્ટન ડાબી બાજુએ પોઝ આપતી જોવા મળે છે. ભૂતકાળની ICC ટુર્નામેન્ટના ફાઈનલમાં એવું જોવા મળ્યું છે કે જ્યારે પણ કોઈ કેપ્ટને ફોટોશૂટમાં જમણી બાજુએ પોઝ આપ્યો છે, ત્યારે તેમને ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તેથી ફેન્સ ફોટાની ડાબી બાજુએ ઉભેલી હરમનપ્રીતને ભારતની હારના સંકેત તરીકે અર્થઘટન કરી રહ્યા છે.

રોહિત શર્મા સાથે બની છે આ ઘટના

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બે વાર આનો સામનો કરવો પડ્યો છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારત 2021-23 માં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યું હતું, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. આ દરમિયાન રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા 2023ના ODI વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી અને ફાઈનલમાં પહોંચી, પરંતુ ત્યાં પણ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.

બંને પ્રસંગોએ રોહિત શર્મા ટ્રોફી સાથે જમણી બાજુ ઉભો જોવા મળ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ડાબી બાજુ ઉભો હતો. આવું ફક્ત રોહિત સાથે જ નહીં, પરંતુ સાઉથ આફ્રિકાના કેપ્ટન એડમ માર્કરામ અને ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનર સાથે પણ બન્યું છે. માર્કરામ T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારત સામે હારી ગયો હતો અને સેન્ટનર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ભારત સામે હારી ગયો હતો. બંને પ્રસંગોએ ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ડાબી બાજુ પોઝ આપતો જોવા મળ્યો હતો.


  • Follow us on: