ICC મહિલા ODI વર્લ્ડકપ 2025ની ફાઈનલ 2 નવેમ્બરના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં ભારત અને સાઉથ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે રમાશે. આ મેચ જીતનાર ટીમ પહેલીવાર મહિલા ODI વર્લ્ડકપનો ખિતાબ જીતશે.


આ પરિસ્થિતિમાં રોમાંચક મેચની અપેક્ષા રાખી શકાય છે. સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ફાઈનલ મેચ પહેલા એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે, જે ભારત સામે 2023 ODI વર્લ્ડકપ ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન મેન્સ ટીમના કેપ્ટન પેટ કમિન્સના નિવેદનને પ્રતિબિંબિત કરે છે.

આશા છે કે અમે ભારતીય ફેન્સને શાંત કરી શકીશું: લૌરા વોલ્વાર્ડ

સાઉથ આફ્રિકાની મહિલા ટીમની કેપ્ટન લૌરા વોલ્વાર્ડ આ ODI વર્લ્ડકપમાં અત્યાર સુધી બેટથી શાનદાર ફોર્મમાં છે. ભારતીય મહિલા ODI વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પૂછવામાં આવ્યું કે સ્ટેડિયમમાં 90 ટકાથી વધુ ફેન્સ ભારતીય હશે, તો તેના જવાબમાં લૌરા વોલ્વાર્ડ કહ્યું કે અમને આશા છે કે અમે જીતી શકીશું જેથી અમે તે ફેન્સને શાંત કરી શકીએ.

તમને જણાવી દઈએ કે 2023ના મેન્સ ODI વર્લ્ડકપની ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પણ આવું જ નિવેદન આપ્યું હતું જેમાં તેમને અમદાવાદના મેદાન પર રમાયેલી મેચમાં પણ ટાઈટલ જીત્યું હતું.

અમે પહેલા શું થયું તે વિશે વિચારી રહ્યા નથી: લૌરા વોલ્વાર્ડ

મહિલા ODI વર્લ્ડકપના ઈતિહાસમાં સાઉથ આફ્રિકાએ ભારતીય ટીમ સામે 6 મેચ રમી છે, જેમાંથી 3માં જીત મેળવી છે. છેલ્લે સાઉથ આફ્રિકા 2005ના મહિલા ODI વર્લ્ડકપમાં ભારત સામે હારી ગયું હતું. આ રેકોર્ડ વિશે પૂછવામાં આવતા સાઉથ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે જવાબ આપ્યો કે "અમે પહેલા શું થયું તે વિશે વિચારી રહ્યા નથી કારણ કે આ મેચમાં અમે બધું ભૂલી જઈશું અને ફ્રેશ થઈશું." મને લાગે છે કે બંને ટીમો પર સારું પ્રદર્શન કરવાનું દબાણ હશે અને જે આ પરિસ્થિતિને વધુ સારી રીતે સંભાળશે તેની જીતવાની વધુ સારી તક હશે.


  • Follow us on: