ભારતીય ટીમે સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલી વખત મહિલા વર્લ્ડકપ જીત્યો. ફાઈનલ મેચમાં ભારતના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું. ભારતીય ટીમે સખત મહેનત અને દૃઢ નિશ્ચયના બળ પર ફાઈનલ જીતી. પહેલા બેટિંગ કરતા ટીમે 298 રન બનાવ્યા. ત્યારબાદ સાઉથ આફ્રિકા 246 રનમાં ઓલઆઉટ થઈ ગયું.
ભારતીય મહિલા ટીમે લોન્ચ કર્યું એક નવું સોન્ગ
વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ભારતીય મહિલા ટીમે એક નવું ગીત લોન્ચ કર્યું છે. BCCI દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં સ્ટાર બેટ્સમેન જેમિમા રોડ્રિગ્ઝ કહેતી જોવા મળે છે કે, "અમે ચાર વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે વર્લ્ડકપ જીત્યા પછી, અમે ટીમ ગીત જાહેર કરીશું અને આજે તે દિવસ છે." ત્યારબાદ હરમનપ્રીત કૌર અને સ્મૃતિ મંધાના બાકીના ખેલાડીઓ સાથે ગીત ગાવામાં જોડાય છે. આ પછી બધી ખેલાડીઓ મહિલા વર્લ્ડકપ ટ્રોફી ઉંચી કરે છે અને સેલિબ્રેશન કરવાનું શરૂ કરે છે.
ભારતીય મહિલા ટીમનું નવું સોન્ગ
ટીમ ઈન્ડિયા, ટીમ ઈન્ડિયા
કરદે સબકી હવા ટાઈટ
ટીમ ઈન્ડિયા હિયર ટૂ ફાઈટ
કોઈ ભી ના લેતા હમકો લાઈટ
હમારા ફ્યૂચર હૈ બ્રાઈટ
સાથ મેં ચલેંગે, સાથ મેં ઉઠેંગે
હમ હૈ ટીમ ઈન્ડિયા, સાથ મેં જીતેંગે
કોઈ ભી ના લેતા હમશે પંગા
રહેગા સબસે ઉપર હમારા તિરંગા
હમ હૈ ટીમ ઈન્ડિયા, હમ હૈ ટીમ ઈન્ડિયા
શેફાલી વર્મા અને દીપ્તિ શર્માએ ફટકારી અડધી સદી
પહેલા બેટિંગ કરતા ભારતે શેફાલી વર્મા78 બોલમાં 87 રન અને દીપ્તિ શર્મા ૫૮ રનની અડધી સદીની મદદથી 7 વિકેટે 298 રન બનાવ્યા. શેફાલીએ તેની બેસ્ટ વનડે ઈનિંગમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. દીપ્તિએ 58 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા. ઓપનર સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવ્યા, જ્યારે વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષે 34 રનનું યોગદાન આપ્યું.
આ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકા ટીમ કેપ્ટન લૌરા વોલ્વાર્ડ 101 રનની સદી છતાં 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં દીપ્તિ શર્માની 5 વિકેટનો સમાવેશ થાય છે. દીપ્તિએ 39 રનમાં 5 વિકેટ લીધી. શેફાલી વર્માએ પણ 2 વિકેટ લીધી અને શ્રી ચરાનીએ 1 વિકેટ લીધી.