મહિલા વનડે વર્લ્ડકપ 2025ની ફાઈનલ મેચ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે રોહિત શર્મા નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં પહોંચ્યો છે. આ મેચ દરમિયાન રોહિત શર્માનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


આ વીડિયોમાં રોહિત શર્મા એમ્પાયરના ખોટા નિર્ણય પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો છે. આ મેચમાં એમ્પાયરે ખોટી રીતે દીપ્તિ શર્માને આઉટ આપી દીધી હતી, જેને જોઈને રોહિત શર્મા ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યો હતો.

રોહિત શર્માની પ્રતિક્રિયા વાયરલ થઈ

નાદીન ડી ક્લાર્ક ભારતની ઈનિંગની 37મી ઓવર ફેંકી રહી હતી. ઓવરના પહેલા બોલ પર દીપ્તિ શર્માએ શોટ મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેટ અને બોલ વચ્ચે કોઈ સંપર્ક થયો નહીં. બોલ તેના પેડ પર વાગ્યો. ત્યારબાદ સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ LBW માટે અપીલ કરી અને એમ્પાયરે ઘણી વિચાર-વિમર્શ પછી તેને આઉટ આપી.


ત્યારબાદ દીપ્તિ શર્માએ રિવ્યુ લીધો, જેમાં ખબર પડી કે બોલ લેગ સ્ટમ્પની બહાર પિચ કરી રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમે રિવ્યુ લીધો, ત્યારે સ્ટેન્ડમાં બેઠેલા રોહિત શર્માએ એમ્પાયરના નિર્ણય પર પ્રતિક્રિયા આપી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા આઉટ થઈ

ફાઈનલમાં સ્મૃતિ મંધાનાએ 45 રન બનાવ્યા હતા, જ્યારે શેફાલી વર્માએ 78 બોલમાં 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ આ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. જેમિમાએ 37 બોલમાં 24 રન બનાવ્યા હતા, જ્યારે હરમનપ્રીત કૌરે 20 રન બનાવ્યા હતા.


  • Follow us on: