ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 મેચમાં ભારતે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો અને વોશિંગ્ટન સુંદરને તક આપી પરંતુ આ ખેલાડીને તક આપવાથી ટીમ ઈન્ડિયાને કોઈક રીતે નુકસાન થયું. વોશિંગ્ટન સુંદરે આ મેચમાં એક સરળ કેચ છોડ્યો, જેના પછી ટીમ ઈન્ડિયા 54 રન વધારે બનાવ્યા.
વોશિંગ્ટન સુંદરે આ મેચમાં 74 રન બનાવનારા ટિમ ડેવિડનો આ કેચ છોડ્યો. જ્યારે સુંદરે ડેવિડનો કેચ છોડ્યો, ત્યારે તે ફક્ત 20 રન પર રમી રહ્યો હતો અને આ જીવનદાન કેચ પછી, તેને શાનદાર બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું.
વોશિંગ્ટન સુંદરે કરી મોટી ભૂલ
ટિમ ડેવિડનો આ કેચ છઠ્ઠી ઓવરમાં છોડ્યો હતો. જસપ્રીત બુમરાહની ઈનિંગના ચોથા બોલ પર ટિમ ડેવિડે પોઈન્ટ તરફ શોટ રમ્યો, જ્યાં સુંદર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. પરંતુ સુંદરે કેચ છોડી દીધો.
આ ડ્રોપ કેચ પછી ટિમ ડેવિડે તેની આક્રમક બેટિંગ ચાલુ રાખી, કુલ 5 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. તેને તેની ઈનિંગમાં 129 મીટરનો છગ્ગો પણ ફટકાર્યો, જે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી લાંબી સિક્સ છે.
વોશિંગ્ટન સુંદરને એક પણ ઓવર ન મળી
આશ્ચર્યજનક રીતે ટીમ ઈન્ડિયાએ વોશિંગ્ટન સુંદરને એક પણ ઓવર આપી ન હતી. T20 ક્રિકેટમાં શાનદાર ઈકોનોમી રેટ ધરાવતો આ બોલર ફક્ત ફિલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો અને તેને એક પણ ઓવર આપવામાં આવી ન હતી. ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટના આ નિર્ણયથી નિષ્ણાતો મૂંઝવણમાં છે.
વોશિંગ્ટન સુંદરને બદલે ટીમ ઈન્ડિયાએ અભિષેક શર્માને એક ઓવર આપી. વોશિંગ્ટન સુંદરે T20 ઈન્ટરનેશનલ મેચોમાં માત્ર 6.94 ના ઈકોનોમી રેટથી 48 વિકેટ લીધી છે છતાં તેને ઓવર ન આપવાનો નિર્ણય ખરેખર આશ્ચર્યજનક છે.