મહિલા ODI વર્લ્ડકપની બીજી સેમીફાઇનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ 30 ઓક્ટોબરે નવી મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સ્મૃતિ મંધાના પાસે એક ખાસ સિદ્ધિ હાંસલ કરવાની તક રહેશે.


સ્મૃતિ મંધાનાનો ઓસ્ટ્રેલિયા સામે એક શાનદાર ODI રેકોર્ડ છે. તે જ્યારે પણ આ ટીમ સામે રમી છે, ત્યારે તેને ઘણા રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના આ વર્લ્ડકપમાં પણ ઘણા રન બનાવી રહી છે. સ્મૃતિ મંધાનાએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 365 રન બનાવ્યા છે, જેના કારણે તે બીજા નંબરે સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયા સામે સ્મૃતિ મંધાનાનો રેકોર્ડ

સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે અત્યાર સુધીમાં 20 વનડે રમી છે. આ દરમિયાન તેણે કુલ 996 રન બનાવ્યા છે. આનો અર્થ એ થયો કે સેમીફાઈનલમાં 4 રન બનાવીને સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામે 1000 રન પૂરા કરશે. તે આ સિદ્ધિ મેળવનારી બીજી ભારતીય બેટ્સમેન બનશે. તેના પહેલા મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામે 1123 રન બનાવ્યા હતા, તેમણે આ સિદ્ધિ મેળવી હતી.

સ્મૃતિ મંધાનાનો ઓસ્ટ્રેલિયા સામે એવરેજ 50 ની આસપાસ છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 6 અર્ધશતક અને 4 સદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 125 છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે સ્મૃતિ મંધાના ઓસ્ટ્રેલિયા સામે સતત રન બનાવી રહી છે.

ઓસ્ટ્રેલિયા સામે સ્મૃતિ મંધાનાનો સ્ટ્રાઈક રેટ કેટલો છે?

ઓસ્ટ્રેલિયા સામે સ્મૃતિ મંધાનાનો સ્ટ્રાઇક રેટ 108 રહ્યો છે. તેના સમગ્ર કરિયર દરમિયાન ODI ફોર્મેટમાં તેનો સ્ટ્રાઈક રેટ 90 ની આસપાસ રહ્યો છે. આનો અર્થ એ થયો કે જ્યારે પણ સ્મૃતિ મંધાના આ ટીમ સામે બેટિંગ કરે છે, ત્યારે તે આક્રમક રીતે રમે છે. છેલ્લી 5 મેચમાં સ્મૃતિ મંધાનાએ 105, 58, 117, 125 અને 80 રન બનાવ્યા છે.

2017માં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેચ રમાઈ હતી સેમીફાઈનલ

ભારત અને ઓસ્ટ્રેલિયા અગાઉ 2017માં વર્લ્ડકપ સેમીફાઈનલમાં રમ્યા હતા. તે મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. પરંતુ ભારતીય ટીમ ફાઈનલમાં હારી ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાને તે હારનો બદલો લેવાની તક આપશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા કેવું પ્રદર્શન કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


  • Follow us on: