ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. પહેલી મેચ 20 જૂનથી હેડિંગ્લી ખાતે રમાઈ રહી છે. પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું. યશસ્વી જયસ્વાલ સિવાય શુભમન ગિલે પણ પહેલા દિવસે સદી ફટકારી હતી.


બીજા દિવસના પહેલા સેશનમાં રિષભ પંતે સદી ફટકારી હતી. તેને પોતાની શાનદાર બેટિંગથી ફેન્સનું દિલ જીતી લીધું. પરંતુ રિષભ પંતની સદી સિવાય તેનું સેલિબ્રેશન પણ ચર્ચાનો વિષય બન્યો. તેનું સેલિબ્રેશન હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

રિષભ પંતનું અનોખું સેલિબ્રેશન

રિષભ પંતે છગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. રિષભ પંત 178 બોલમાં 134 રન બનાવી શાનાદાર ઈનિંગ રમી. તેને 12 ચોગ્ગા સિવાય 6 છગ્ગા ફટકાર્યા છે. સદી પૂર્ણ કર્યા પછી રિષભ પંતે પહેલા પોતાનું હેલ્મેટ જમીન પર મૂક્યું. આ પછી તેને ગુલાટી મારી અને પછી કેપ્ટન શુભમન ગિલને ગળે લગાવ્યો. રિષભ પંતે અનોખી રીતે સેલિબ્રેશન કર્યું. અગાઉ IPL 2025 ની તેની છેલ્લી મેચમાં રિષભ પંતે LSG વતી રમતી વખતે RCB સામે સદી ફટકારી હતી. તે સમયે પણ રિષભ પંતે ગુલાટી મારીને આવી જ રીતે સેલિબ્રેશન કર્યું હતું.


એમએસ ધોનીનો તોડ્યો રેકોર્ડ

રિષભ પંત હવે ભારત માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેને એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. એમએસ ધોનીએ પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 6 સદી ફટકારી હતી, જ્યારે રિદ્ધિમાન સાહાએ 3 સદી ફટકારી હતી. રિષભ પંતે 7 ટેસ્ટ સદી ફટકારીને ધોનીને પાછળ છોડી દીધો છે. આ સિવાય તેને એક ખાસ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રિષભ પંતના નામ એશિયાની બહાર એક ઈનિંગમાં ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ સદી ફટકારનારાઓના લિસ્ટમાં સામેલ થયા છે.

એશિયાની બહાર એક ઈનિંગમાં ભારતીય બેટ્સમેન દ્વારા ત્રણ સદી

ગાવસ્કર, શ્રીકાંત અને મોહિન્દર વિ ઓસ્ટ્રેલિયા સિડની 1968

દ્રવિડ, તેંડુલકર અને ગાંગુલી વિ ઈંગ્લેન્ડ હેડિંગ્લી 2002

સેહવાગ, દ્રવિડ અને કૈફ વિ વેસ્ટ ઈન્ડિઝ ગ્રોસ આઈલેટ 2006

જયસ્વાલ, ગિલ અને પંત વિ ઈંગ્લેન્ડ હેડિંગ્લી 2025


  • Follow us on: