લીડ્સ ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચની પહેલી ઈનિંગમાં રિષભ પંતે પોતાની ધમાકેદાર બેટિંગથી ફેન્સનું ખૂબ મનોરંજન કર્યું. પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલા પંતે પોતાની સ્ટાઈલમાં ઈંગ્લેન્ડના બોલિંગ એટેકનો સામનો કર્યો.


ઈંગ્લેન્ડ ટીમના દરેક બોલર રિષભ પંત સામે સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા. રિષભ પંતે કેપ્ટન શુભમન ગિલ સાથે મળીને ચોથી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ કરી છે. રિષભ પંતે આ ઈનિંગ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કર્યો છે. ભારતીય વિકેટકીપર બેટ્સમેને એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

રિષભ પંતના નામ નોંધાયો મોટો રેકોર્ડ

નંબર પાંચ પર બેટિંગ કરવા આવેલા રિષભ પંતે ક્રીઝ પર આવતાની સાથે જ બેન સ્ટોક્સની બોલ પર જોરદાર ફોર ફટકારીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા. રિષભ પંતે ઝડપી અંદાજમાં રમતા પોતાની અડધી સદી પૂર્ણ કરી. દિવસની રમતના અંત સુધીમાં રિષભ પંત હજુ પણ ક્રીઝ પર છે, તેને 102 બોલમાં 65 રન બનાવ્યા છે. આ ઈનિંગમાં રિષભ પંતે 6 ચોગ્ગા અને 2 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા છે. રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં 3 હજાર રન પૂરા કર્યા છે. રિષભ ટેસ્ટમાં 3 હજાર રન પૂરા કરનાર સૌથી ઝડપી એશિયન વિકેટકીપર બેટ્સમેન બન્યો છે. રિષભ પંતે ફક્ત 76મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે.


એમએસ ધોનીનો રેકોર્ડ થયો ચકનાચૂર

રિષભ પંત હવે સેના દેશોમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. રિષભ પંતે આ બાબતમાં એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. સેના દેશોમાં ધોનીના નામે 1731 રન છે. રિષભ પંત હવે ધોનીથી આગળ નીકળી ગયો છે.

ભારતીય બેટ્સમેને મચાવી ધૂમ

લીડ્સમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું. યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલે ટીમને શાનદાર શરૂઆત અપાવી અને પેહલી વિકેટ માટે 91 રનની પાર્ટનરશિપ કરી. કેએલ રાહુલે 42 રન બનાવ્યા, જ્યારે યશસ્વીએ 101 રનની શાનદાર ઈનિંગ રમી. ત્રીજા નંબરે આવેલા સાઈ સુદર્શન ખરાબ રીતે ફ્લોપ રહ્યો અને ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા.

આ પછી શુભમન ગિલ અને યશસ્વીએ જવાબદારી સંભાળી અને ત્રીજી વિકેટ માટે 129 રનની પાર્ટનરશિપ કરી. ગિલ-યશસ્વીની શાનદાર બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાએ બીજા સત્રમાં કોઈ વિકેટ ગુમાવી નથી. યશસ્વી પેવેલિયન પરત ફર્યા બાદ, ગિલ અને રિષભ પંતે ઝડપી અંદાજમાં બેટિંગ કરી અને ચોથી વિકેટ માટે 138 રનની પાર્ટનરશિપ કરી છે. ગિલ 127 રન અને પંત 65 રન સાથે ક્રીઝ પર છે.


  • Follow us on: