બેન સ્ટોક્સની આગેવાનમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. છેલ્લી વખત ભારતે ઈંગ્લેન્ડને ટેસ્ટ સિરીઝમાં ઘરઆંગણે હરાવ્યું હતું. આવામાં ઈંગ્લેન્ડ કોઈપણ કિંમતે ભારત પાસેથી બદલો લેવા માંગશે.
લાંબા સમય પછી, રોહિત શર્મા, વિરાટ કોહલી અને આર. અશ્વિન ભારતીય ટીમમાં ટેસ્ટ સિરીઝનો ભાગ નથી. કારણ કે ત્રણેય ખેલાડીઓએ ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પરંતુ બેન સ્ટોક્સે ત્રણેય ખેલાડીઓની ગેરહાજરી પર મોટું નિવેદન આપ્યું છે.
ટાસ્ક સરળ નથી - બેન સ્ટોક્સ
ગુરુવાર 19 જૂનના રોજ બેન સ્ટોક્સે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે રોહિત, વિરાટ અને અશ્વિન વિશે ઘણું કહેવામાં આવ્યું હતું. આનો અર્થ એ નથી કે જે પણ તેમની જગ્યાએ આવશે તેની સામે બોલિંગ કે બેટિંગ કરવી સરળ રહેશે. આ ત્રણેય મોટા નામોએ દેશ માટે શાનદાર કામ કર્યું છે. સ્ટોક્સના નિવેદનથી સ્પષ્ટ થયું કે તે વર્તમાન ભારતીય ટીમને હળવાશથી લેવાની ભૂલ કરવા માંગતો નથી.
આ સિવાય જસપ્રીત બુમરાહની બોલિંગ પર તેને એમ પણ કહ્યું કે જસપ્રીત બુમરાહ એક શાનદાર બોલર છે. તે એક ખતરો બનવાનો છે, પરંતુ અમે એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાના નથી. શુભમન ગિલ માટે નવી નેતૃત્વ ભૂમિકા સાથે ભારતીય ક્રિકેટ માટે આ એક રોમાંચક સમય છે.
જસપ્રીત બુમરાહનું ટેસ્ટમાં સતત શાનદાર પ્રદર્શન
જસપ્રીત બુમરાહ પર ફેન્સની નજર રહેશે. કારણ કે આ સ્ટાર બોલર ટેસ્ટ ફોર્મેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. જસપ્રીત બુમરાહે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 32 વિકેટ લીધી હતી. આ સિવાય વર્ષ 2024 માં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં પણ આ અનુભવી ખેલાડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં જસપ્રીત બુમરાહ પાસેથી ભારતીય ટીમ ઘણી આશાઓ છે. પરંતુ તે પોતાના વર્કલોડને મેનેજ કરવા માટે બધી 5 મેચ રમશે નહીં. તે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 3 થી 4 ટેસ્ટ મેચ રમી શકે છે.