ICC તરફથી T20 વર્લ્ડકપના શેડ્યુલની જાહેરાત કરવામાં આવી છે. આ વર્લ્ડકપ આવતા વર્ષે થશે. શેડ્યુલની સાથે આ પણ નક્કી કરવામાં આવ્યું છે કે કઈ ટીમ ક્યાં ગ્રુપમાં રાખવામાં આવી છે.
ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાનને ફરી એક જ ગ્રુપમાં જગ્યા આપવમાં આવી છે. આ બંને ટીમો વચ્ચે ક્યારે મેચ રમાશે, તેની તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે.
આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં રમાશે મહિલા T20 વર્લ્ડકપ
મહિલા T20 વર્લ્ડકપ 2026નું આયોજન આવતા વર્ષે ઈંગ્લેન્ડમાં થવાનો છે. આ વર્લ્ડકપની 10મી સિઝન હશે. જૂનમાં થનારા આ વર્લ્ડકપની પહેલી મેચ 12 તારીખે થશે. જેની શરુઆત યજમાન ઈંગ્લેન્ડની શ્રીલંકા સામેની મેચથી થશે. આ વર્લ્ડકપમાં કુલ 12 ટીમ ભાગ લેશે, આવામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ અત્યાર સુધીનો સૌથી મોટો વર્લ્ડકપ હશે. જો ગ્રુપની વાત કરીયે તો તેના માટે ICCએ બે ગ્રુપ બનાવ્યા છે. ગ્રુપ 1 માં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ભારત અને પાકિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 2 ટીમ આવશે, તેનો નિર્ણય પછીથી લેવામાં આવશે.
ટોપની 2-2 ટીમ સેમીફાઈનલ રમશે
T20 વર્લ્ડકપના બીજા ગ્રુપની વાત કરીયે તો તેમાં યજમાન ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટઈન્ડીઝની ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે ટીમ ગ્લોબલ ક્વોલિફાયર રમીને આવશે. નિયમો અનુસાર તમામ ટીમ પોત પોતાની ગ્રુપની બાકીની ટીમ સાથે મેચ રમશે. તે બાદ પોઈન્ટ ટેબલની ટોપ 2 ટીમ સીધી સેમીફાઈનલમાં જશે. સેમીફાઈનલ મેચ 30 જૂન અને 2 જુલાઈએ થશે. આ બાદ 5 જુલાઈએ ફાઈનલ મેચ રમાશે. આ મેચ લોર્ડ્સના ઐતિહાસિક સ્ટેડિયયમમાં રમાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આ દિવસે રમાશે મેચ
જો ભારત અને પાકિસ્તાન મેચની વાત કરીયે તો આ મેચ 14 જૂને રમાશે. ભારત અને પાકિસ્તાનની ટીમ હવે માત્ર ICC અથવા ICC ટુર્નામેન્ટમાં જ આમનેસામને રમે છે. તેથી ફેન્સમાં આ મેચને લઈને ક્રેઝ જોવા મળે છે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, તેથી બંને વચ્ચે લીગ સ્ટેજમાં જ મેચ રમાશે.