12 જૂને અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 (787-8 બોઈંગ ડ્રીમલાઈનર) ટેક ઓફ કર્યાની થોડી મિનિટ પછી દુર્ઘટનનો શિકાર બની. આ વિમાન બીજે મેડિકલ કોલેજની બિલ્ડિંગ પર પડ્યું હતું.


આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 241 યાત્રીઓ સહિત 275 લોકોનું દર્દનાક મોત થયું છે. આ દુર્ઘટનામાં ઈંગ્લેન્ડ જઈ રહેલા એક યુવા ક્રિકેટર, દીર્ધ પટેલનું પણ નિધન થયું છે, જેની પુષ્ટિ હવે થઈ છે.

અમદાવાદમાં થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં 23 વર્ષના યુવા ક્રિકેટર દીર્ધ પટેલનું નામ પણ સામેલ છે. દીર્ધ ઈંગ્લેન્ડમાં લીડ્સ મોડર્નિયન ક્રિકેટ ક્લબની તરફથી રમે છે. તેને હડર્સફીલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. દુર્ઘટનાની ખબર મળ્યા બાદ લીડ્સ ક્લબે શોક વ્યક્ત કરતાં દીર્ધનો શ્રદ્ધાંજલિ આપી છે. તેને એક શાનદાર ખેલાડીએ ગણાવ્યો અને કહ્યું કે તેની ખોટ સાલવશે.

દીર્ધ પટેલના મોતથી લીડ્સ ક્લબે વ્યક્ત કર્યું દુ:ખ

લીડ્સ મોડર્નિયન ક્રિકેટ ક્લબે દીર્ધ પટેલના મોત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. ક્લબે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 'અમે બધી દીર્ધના નિધનથી ખૂબ જ દુ:ખી છીએ. ક્લબના તમામ સભ્યાનો સંવેદના તેના પરિવાર અને તેના મિત્રો સાથે છે.' મીડિયા રિપોર્ટ મુજબ અરેડેલ અને વ્હાર્ફડેલ સીનિયર ક્રિકેટ લીગના પ્રવક્તાએ કહ્યું કે દીર્ધ પોતાની નવી નોકરીમાં સેટ થયા બાદ ફરી ક્રિકેટમાં એક્ટિવ થવા માગતો હતો.

મેચ પહેલા દીર્ધ પટેલને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

દીર્ધ પટેલની યાદમાં તેના જુના ક્લબ પૂલ ક્રિકેટ ક્લબ અને તાજેતરની ક્લબ લીડ્સ મોડર્નિયન ક્રિકેટ ક્લબના વિકેન્ડમાં થયેલી પોત પોતાની મેચની શરુઆત એક મિનિટના મૌન સાથે કરી. દીર્ધ પટેલનો ભાઈ કૃતિક પણ પૂલ ક્લબ તરફથી રમી ચૂક્યો છે. બંને ક્લબે દીર્ધ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેને એક સમર્પિત અને શાનદાર ક્રિકેટરના રૂપમાં યાદમાં રાખવામાં આવશે.


  • Follow us on: