ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે IPL 2025 માં પોતાની શાનદાર બેટિંગથી ધૂમ મચાવી અને ફેન્સનું ધ્યાન ખેંચ્યું. તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી અને સિઝનમાં ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ રન પણ બનાવ્યા.
સૂર્યા એક જ સિઝનમાં મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બન્યો. પરંતુ હવે સૂર્યકુમાર યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. તેને ગંભીર ઈજા થઈ છે, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહી શકે છે.
સૂર્યકુમાર યાદવ થયો ઈજાગ્રસ્ત
મીડિયા રિપોર્ટ મુજબ સૂર્યકુમાર યાદવની સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી થઈ છે. તે આ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ તેની ટ્રીટમેન્ટ ઈંગ્લેન્ડમાં કરાવવાનો છે. હાલમાં તે ક્રિકેટથી દૂર છે અને તે બ્રેક પર છે. તેની સારવાર આવતા અઠવાડિયાથી શરૂ થવા જઈ રહી છે. સૂર્યકુમાર યાદવ ઓગસ્ટમાં મેદાનમાં પરત ફરે તેવી અપેક્ષા છે. સૂર્યકુમાર યાદવ તાજેતરમાં મુંબઈ T20 લીગમાં ભાગ લઈ રહ્યો હતો. પરંતુ તેની ટીમ લીગ તબક્કામાં જ બહાર થઈ ગઈ હતી.
આ સીઝનમાં બનાવ્યા 700થી વધુ રન
સૂર્યકુમાર યાદવે આઈપીએલ 2025માં મુંબઈ તરફતી રમતાં શાનદાર બેટિંગ કરી. તેને 16 મેચમાં 65.18ની એવરેજ સાથે 717 રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેને 5 અડધી સદી ફટકારી. સૂર્યકુમાર યાદવનો બેસ્ટ સ્કોર 73 છે. સૌથી ખાસ વાત એ છે કે તેને 167.91ની સ્ટ્રાઈક રેટ સાથે શાનદાર બેટિંગ કરી.
બાંગ્લાદેશ સિરીઝમાં મળી શકે છે જોવા
ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવા માટે તૈયાર છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયાને 3 વનડે અને 3 T20 સિરાઝ રમાવા માટે બાંગ્લાદેશ પ્રવાસ કરવાનો છે. પહેલી T20 મેચ 26 ઓગસ્ટે રમાશે. એવું માનવામાં આવી રહ્યું છે કે સૂર્યકુમાર યાદવ આ સિરીઝ માટે ક્રિકેટના મેદાન પર પરત ફરશે. આ વર્ષે એશિયા કપ 2025નું આયોજન પણ થવાનું છે, જે T20 ફોર્મેટ હશે, સૂર્યકુમારની નજર આ ટુર્નામેન્ટ પર છે.